calendar_todayMarch 27, 2026
Gandhinagar News : ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં નકલીની બોલબાલા, રાજયમાં નકલી ડોક્ટરો અંગે 3 વર્ષમાં 2724 ફરિયાદ
રાજયમાં ખાદ્યસામગ્રીથી લઈને નકલી અધિકારીઓની બોલબાલા છે તેમાં હવે તબીબો પણ બાકાત નથી. ગુજરાતમાં નકલી ડોક્ટરો અંગે ત્રણ વર્ષમાં ૨૭૨૪ ફરિયાદો મળી હતી, આરોગ્ય તંત્ર દ્વારા આ ફરિયાદોને પગલે ચલાવતાં હતા, આ ડોક્ટરો સામે એફઆઈઆર કરાઈ છે.
તંત્રએ વર્ષ 2021માં 56 દવાખાનાં બંધ કરાવ્યા હતા
સૌથી વધુ જામનગરમાં ૩૨ નકલી ડિગ્રી ધરાવતાં ડોક્ટરો સામે એફઆઈઆર કરાઈ હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના આરોગ્ય વિભાગે સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીની સ્થિતિના આ આંકડા ૨૫મી માર્ચ ૨૦૨૬ના રોજ જાહેર કર્યા છે. વર્ષ ૨૦૨૩માં ૧૦૧૦ એમ કુલ ૨૭૨૪ ફરિયાદો મળી હતી, આ તમામ કિસ્સામાં તંત્રે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે, કુલ ૧૬૯ ડોક્ટરો નકલી ડિગ્રી ધરાવે છે. વર્ષ ૨૦૨૧માં ૫૯, વર્ષ ૨૦૨૨માં ૪૩ એમ ૧૬૯ બોગસ ડોક્ટરો મળી આવ્યા હતા. એ પછી તંત્રએ વર્ષ ૨૦૨૧માં ૫૬, દવાખાનાં બંધ કરાવ્યા હતા.
નકલી ડોકટરોને લઈ પોલીસ પણ સતર્ક છે
મહત્ત્વનું છે કે, ગુજરાતની હોસ્પિટલોમાં સારવારની જરૂર ન હોય તેમ છતાં સર્જરી કરી દેવાતી હોવાના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ પછી જામનગરમાં પણ અસલી ડોક્ટરોએ જરૂર ન હોવા છતાં બોગસ સારવાર કરી નકલી ડોક્ટરોએ દર્દીઓ પર ચીરફાડ કરી હતી.