android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: રાજ્યમાં બે વર્ષમાં પરમીટ વિના દારુ પીનારા 32465 લોકો પકડાયા, તમામ લોકો સામે કેસ નોંધાયા

calendar_todayMarch 9, 2026

Gandhinagar News: રાજ્યમાં બે વર્ષમાં પરમીટ વિના દારુ પીનારા 32465 લોકો પકડાયા, તમામ લોકો સામે કેસ નોંધાયા

ગુજરાતમાં દારૂબંધીની અમલવારી વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. પોલીસે અમદાવાદ અને વડોદરાથી 32465 લોકોને પકડી પાડ્યા છે. બે વર્ષમાં પરમીટ વિના દારુ પીનારા અંગે વિધાનસભા ગૃહમાં સવાલ કરાયો હતો. અમદાવાદમાંથી 17311 અને વડોદરામાંથી 15154 પીધેલા પકડાયા હોવાનું ગૃહમાં સરકારે જણાવ્યું હતું. આ તમામ લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હોવાનું પણ સરકારે જણાવ્યું હતું.

કોંગ્રસ ધારાસભ્યના પ્રશ્ન પર ગૃહમંત્રીનો જવાબ

વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં દારૂની હેરાફેરી અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં સરકારના મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની બોર્ડર પરથી 38 કરોડનો દારુ ઝડપાયો છે. બે વર્ષમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચેકપોસ્ટ પરથી વિદેશી દારુ અને બિયરનો જથ્થો જપ્ત કરાયો છે. વિદેશી દારૂની 1046855 બોટલ પકડાઈ છે. જેની કિંમત 38 કરોડ કરતાં વધુ થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે 1018 આરોપીઓને પણ પકડી પાડ્યા છે. હેરાફેરીમાં સંડોવાયેલા 141ને પકડવાની કામગીરી બાકી હોવાનું પણ સરકારે જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો ગૃહમંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ Gujarat Weather Update: રાજકોટ અને સુરતમાં હિટવેવથી લોકો ત્રાહિમામ, વડોદરામાં ગરમીને કારણે રોડનો ડામર પીગળ્યો