android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: પ્રજાસત્તાક દિવસે રજૂ કરાયો હતો ગુજરાતનો ટેબ્લો,જ્યુરીઝ્ ચોઈસ સાથે રાજ્યને 4 વર્ષમાં 5 એવોર્ડ

calendar_todayJanuary 30, 2026

Gandhinagar News: પ્રજાસત્તાક દિવસે રજૂ કરાયો હતો ગુજરાતનો ટેબ્લો,જ્યુરીઝ્ ચોઈસ સાથે રાજ્યને 4 વર્ષમાં 5 એવોર્ડ

77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.આજરોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ સ્વીકાર કર્યો હતો.

સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ

સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.માહિતી કમિશનર કિશોર બચાણીના દિશાદર્શન અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક ભાવના વસાવા દ્વારા આ ટેબ્લો નિર્માણની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પુરસ્કાર જીતીને ગુજરાતે ઈતિહાસ સર્જ્યો

આ પૂર્વે વર્ષ 2023માં પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલરૂપે રજૂ કરવામાં આવેલા ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત ટેબ્લોને પોપ્યુલર ચોઈસ શ્રેણીમાં એવોર્ડ સાથે શરૂ થયેલી આ વિજય પરંપરાને આગળ વધારતાં વર્ષ 2024માં રજૂ કરવામાં આવેલા ગુજરાતના ‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ થીમ આધારિત ટેબ્લોએ ‘પોપ્યુલર ચોઈસ’ શ્રેણીમાં એવોર્ડની સાથે સાથે ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની ‘જ્યુરીઝ્ ચોઈસ’ શ્રેણીમાં પણ બીજો ક્રમ મેળવ્યો હતો.સતત ચોથા વર્ષે આ શ્રેણીમાં વર્ષ 2026નો આ રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ગુજરાતે ઈતિહાસ સર્જ્યો છે.


આ પણ વાંચોઃ Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો