android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: 40 દિવસમાં 45 હજારથી વધુ ઉમેદવારોને સરકારના જુદા જુદા વિભાગોમાં નિમણૂક પત્રો અપાયા

calendar_todayJanuary 2, 2026

Gandhinagar News: 40 દિવસમાં 45 હજારથી વધુ ઉમેદવારોને સરકારના જુદા જુદા વિભાગોમાં નિમણૂક પત્રો અપાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના 3084 ડ્રાઇવર અને 1658 હેલ્પર કક્ષાના ઉમદવારોને ગાંધીનગરમાં નિમણૂંકપત્ર એનાયત કર્યા હતા.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોના ડ્રાઈવર્સ છેવાડાના માનવી સુધી પહોંચે છે. એટલે આ બસ ચાલકો સલામત સવારીની સાથે સમયપાલનની મોટી જવાબદારીનું વહન કરીને રાજ્ય સરકારની ઇમેજ ઘડનારા મહત્વપૂર્ણ અંગ છે.

એસ.ટી. નિગમ 100 ટકા ડિજિટલ પેમેન્ટ તરફ

આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એસ.ટી. નિગમે અનેક નવા આયામો હાંસલ કર્યા છે.આવનારા સમયમાં એસ.ટી. નિગમ 100 ટકા ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધશે, જેના પરિણામે નાગરિકોને છુટ્ટા પૈસા સાથે લાવવામાંથી મુક્તિ મળશે. છેલ્લા અંદાજિત 40 દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં 45 હજારથી વધુ ઉમેદવારોને સરકારી નોકરી માટે વિવિધ વિભાગોમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. સરકારી નોકરી માટે શરૂ કરાયેલી 100 ટકા પારદર્શક રીતે, પરીક્ષાઓ યોજીને વધુને વધુ ઉમેદવારો નોકરી મળી રહે તે પ્રકારનું આયોજન ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં થઈ રહ્યું છે.રાજ્યમાં ગુડ ગવર્નન્સના પરિણામે છેવાડાના યુવાનો પણ પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે.


આ પણ વાંચોઃ Rajkot સિવિલમાં ડોક્ટર સાથે મારામારીનો કેસ, નેપાળી દર્દીનું સારવાર દરમિયાન મોત