android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : હર્ષ સંઘવીનો 41મો જન્મદિવસ. સ્વામિનારાયણ મંદિરે ગૌ-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા

calendar_todayJanuary 8, 2026

Gandhinagar News : હર્ષ સંઘવીનો 41મો જન્મદિવસ. સ્વામિનારાયણ મંદિરે ગૌ-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા

ગુજરાતના લોકપ્રિય નેતા અને મંત્રી હર્ષ સંઘવી આજે તેમનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે તેમણે ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ મંદિરે જઈને ભગવાનના દર્શન કર્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગૌ-પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. સોશિયલ મીડિયા પર સવારથી જ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. પોતાના જન્મદિવસના પાવન અવસરે ગૌ-સેવા અને ભક્તિનો માર્ગ અપનાવીને તેમણે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જન્મદિવસના અવસરે હર્ષ સંઘવીની ભક્તિ

જન્મદિવસની ઉજવણીની સાથે હર્ષ સંઘવીએ આગામી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંગે પણ મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે સોમનાથની અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આક્રમણખોરોએ ભલે મંદિરની ઇમારતો તોડી હોય, પરંતુ ભક્તોની આસ્થા ક્યારેય તોડી શક્યા નથી. આ મહોત્સવ અંતર્ગત આજથી 72 કલાકના અખંડ ઓમકાર જાપ શરૂ થયા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, 11 જાન્યુઆરીએ યોજાનારી ભવ્ય શૌર્ય યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાશે, જેમાં 108 અશ્વ અને 1000થી વધુ સાધુ-સંતોની ગરિમામય ઉપસ્થિતિ રહેશે.

આ પણ વાંચો : Junagadh પોલીસનો સપાટો, અજમેરથી કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાની ધરપકડ