android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના 43 જવાનોને રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત થશે

calendar_todayJanuary 22, 2026

Gandhinagar News : હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના 43 જવાનોને રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત થશે

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરક્ષા વિભાગના કર્મચારીઓને સારી કામગીરી બાબતે સન્માનિત કરવા માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ માટે આ વખતે કૂલ 43 અધિકારીઓની કામગીરીને કારણે આ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.


રાજ્યપાલના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો માટે પસંદગી

ડાયરેકટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ-ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે કુલ 43 અધિકારી-સભ્યોની સુદીર્ઘ, પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ તેઓની રાજ્યપાલના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે.જેમાં 25 હોમગાર્ડઝ, 03 બોર્ડર વિંગ હોમગાર્ડઝ, 05 નાગરિક સંરક્ષણ અને 10 ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળના અધિકારી-સભ્યોનો સમાવેશ થાય છે.



આ પણ વાંચોઃ Ahmedabad News : કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજાનો આપઘાત, બોડકદેવના પોશ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ