android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: મતદાર યાદી સુધારણા કામગીરીથી મુશ્કેલી, 50 હજારથી વધુ શિક્ષકોની દિવાળી બગડશે

calendar_todayOctober 21, 2026

Gandhinagar News: મતદાર યાદી સુધારણા કામગીરીથી મુશ્કેલી, 50 હજારથી વધુ શિક્ષકોની દિવાળી બગડશે

ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની કામગીરીનું ભારણ ઓછું કરવાના પ્રયાસો વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે.ગત વર્ષે ઓક્ટોબરથી છેક વર્ષના આરંભે ફેબ્રુઆરી માર્ચ સુધી મતદાર યાદીને ચોખ્ખી કરવાને માટે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન SIR ચાલ્યો હતો.જેને કારણે ગુજરાતમાં 50 હજારથી વધુ શિક્ષકો બુથ લેવલ ઓફિસર BLOની દિવાળી બગડી હતી.આ વર્ષે પણ ફરીથી BLO સહિત મતદાર યાદી સંગઠન અધિકારી કર્મચારીઓની દિવાળી અને તેનું વેકેશન બગડે તેવી સ્થિતિ છે.કારણ કે,હાલમાં ભારતનું ચૂંટણી પંચ રાજ્યમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવી રહ્યું છે.તેની સમાપ્તિ સાથે જ બીજી નવેમ્બરથી સ્પેશિયલ સમરી રિવિઝન- SSR શરૂ કરવાનું એલાન ભારતના ચૂંટણી પંચે જાહેર કર્યું છે.

છઠ્ઠી નવેમ્બરે ધનતેરસથી શૈક્ષણિક વેકેશન

આ વર્ષે છઠ્ઠી નવેમ્બરે ધનતેરસથી શૈક્ષણિક વેકેશન આરંભાશે અને આઠ નવેમ્બર રવિવારે દિવાળી છે. હાલમાં ત્રણ મહિનાનો સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના માટે પ્રત્યેક રવિવારે BLO તરીકે શિક્ષકો બુથ લેવલે બેસીને મતદાર યાદીમાં નવા નામો દાખલ કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે.જે હજી આગામી રવિવારે પણ યથાવત રહેશે.દરમિયાન વર્ષ 2025ના SIRને કારણે દેશભરમાં ઉદ્ભવેલા વિવાદને પરિણામે ભારતના ચૂંટણી પંચે પોતાની ભૂલોને સુધારવા નવેમ્બરમાં સ્પેશિયલ સમરી રિવિઝન-SSR યોજવાનું જાહેર કર્યું છે.જેના માટે બીજી નવેમ્બરથી મતદાન કરવા માટેના મથકોનું રેશનલાઈઝેશન,12મી નવેમ્બરે સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ તે જ દિવસથી હક્ક-દાવો અને વાંધા અરજી રજૂ કરવાનો સમયગાળો નિયત થયો છે. 

નવેમ્બરમાં SSRથી દિવાળી વેકેશન બગડશે

જે કાર્યવાહી છેક 12મી ડિસેમ્બર સુધી ચાલશે.ત્યારબાદ 28મી ડિસેમ્બર સુધીમાં હક્ક દાવા અને વાંધા અરજીઓનો નિકાસ કરવાનો રહેશે.જેના આધારે વર્ષ 2027ને આરંભે 4 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી જાહેર થશે.અલબત્ત આ વખતે જેમના નામ મતદાર યાદીમાંથી રદ થયા છે તેમણે માત્ર ફોર્મ નંબર-6માં માહિતી ભરવા માત્રથી નામ પુનઃનોંધણી થઈ શકશે.આ કાર્યક્રમને લઈને BLO તરીકે કાર્યરત શિક્ષકો, મતદાર યાદી સંલગ્ન અધિકારી- કર્મચારીઓમાં ભારે કચવાટ છે.તેમનું કહેવું છે કે, ઓક્ટોબરમાં સુધારણા પછી નવેમ્બરમાં SSRથી દિવાળી વેકેશન બગડશે. જેમાં ફેરવિચારણા કરવી જોઈએ.

આ પણ વાંચોઃ Ahmedabad : શહેર ક્રાઈમ બ્રાંચ, સાયબર ક્રાઈમ અને SOGએ ઉકેલ્યા જટિલ ગુનાઓ