android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : 862 કરોડના સાયબર ફ્રોડમાં આઠ આરોપીઓની ધરપકડ, જાણો આખું રેકેટ ક્યાંથી ચાલતુ હતું

calendar_todayJanuary 21, 2026

Gandhinagar News : 862 કરોડના સાયબર ફ્રોડમાં આઠ આરોપીઓની ધરપકડ, જાણો આખું રેકેટ ક્યાંથી ચાલતુ હતું

સમગ્ર દેશમા સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યાં છે. આ પ્રકારના ફ્રોડ આચરવા માટે ભાડાના બેંક ખાતાનો ઉપયોગ થાય છે. જેથી ગુજરાતમાં સાયબર ફ્રોડની અટકાવવા માટે પોલીસ દ્વારા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની રચના કરવામાં આવી છે. આ સેન્ટર દ્વારા ઓપરેશન મ્યૂલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે કાર્યવાહી કરાઈ છે. 862 કરોડના સાયબર ઠગાઈનો ભેદ ઉકેલાયો છે અને તેમાં સંડોવાયેલા આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આઠ આરોપીઓ દ્વારા સમગ્ર દેશના લોકોને છેતરતા હતાં

સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સ દ્વારા 862 કરોડના સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી કરી છે. જેમાં આ સમગ્ર નેટવર્ક સુરતથી ઓપરેટ થતુ હોવાનો ખુલાસો થયો છે. 1229 લોકો સાથે આરોપીઓએ ઠગાઈ આચરી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ 90થી વધુ એકાઉન્ટ ખોલીને ઠગાઈ આચરી હતી. આ ફ્રોડ કેસમાં અબ્દુલ કાદિર ચામડિયા ઠગાઈ કાંડનો મુખ્ય સુત્રધાર છે. તે સુરતમાં ચપ્પલની દુકાન ચલાવે છે. આ આઠ આરોપીઓ દ્વારા સમગ્ર દેશના લોકોને છેતરવામાં આવતા હતાં.

આ રેકેટમાં વિદેશી કનેક્શન પણ હોવાની શક્યતા

સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આ આઠ આરોપીઓ સેવિંગ અને કરંટ એકાઉન્ટથી રૂપિયાની લેવડ દેવડ કરતા હતાં. આ રેકેટમાં વિદેશી કનેક્શન પણ સામે આવે તેવી શક્યતાઓ છે. આરોપીઓ એમએસએમઈ કંપનીઓ ખોલાવીને રૂપિયાની હેરાફેરી કરતા હતાં. ટેલિગ્રામના ગ્રુપથી આરોપીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતાં.આ સમગ્ર કેસમાં ATMનું એનાલિસિસિ કરતાં એક ચહેરો સામે આવ્યો હતો અને આ આખું રેકેટ પકડાયું હતું.


આ પણ વાંચોઃ Rajkot News: નિષ્ઠુર પિતાએ ગળે ટૂંપો આપી પોતાના પાંચ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો