android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : સાયબર ગુનાના મોટા રેકેટનો પર્દાફાશ, 930 કરોડના સાયબર ગુના આચરનાર 5 આરોપીની ધરપકડ કરાઈ

calendar_todayFebruary 5, 2026

Gandhinagar News : સાયબર ગુનાના મોટા રેકેટનો પર્દાફાશ, 930 કરોડના સાયબર ગુના આચરનાર 5 આરોપીની ધરપકડ કરાઈ

સાયબર સેન્ટર ઓફ એકસેલન્સે મોટુ ઓપરેશન પાર પાડયું છે જેમાં સાયબર ગુનાના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આરોપીઓએ છેતરપિંડી કરવા બેંકમાં 80 એકાઉન્ટ ખોલાવ્યા હતા અને અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી ગુના આચરતા હતા. બેંકમાં ખાતા ખોલાવીને રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાની વાત સામે આવી છે.

ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડથી સાવધાન

સોશીયલ મિડિયા પ્લેટ ફોર્મ જેવા કે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ તથા ટેલીગ્રામ પર શેર બજારમાં રોકાણ કરી વધુ નફો મેળવો જેવી ઇન્વેસમેન્ટ કંપનીઓના મળતા-ભળતા નામની જાહેરાતોમાં વિશ્વાસમાં આવી રોકાણ કરવુ નહીં. સોશિયલ મિડિયા પર કોઇપણ પ્રકારના નામ વાળી .APK ફાઇલ (એપ્લિકેશન)મળે તો ક્યારેય ઇન્સ્ટોલ કરશો નહીં. .APK ફાઇલ પર જો કરશો કિલક તો તમારી સમગ્ર માહિતી થઈ શકે છે લીક. તમે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી છે તમને “ડિજિટલ એરેસ્ટ” કરવામાં આવ્યા છે એમ કહી નાણાંની કે પર્સનલ માહિતી માંગે તો આપશો નહી. ડિજિટલ એરેસ્ટની કોઇ કાયદાકિય જોગવાઇ નથી.

"CYBER CRIME AS A SERVICE “CaaS”ના આરોપીઓની ધરપકડ"

નવા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ "CYBER CRIME AS A SERVICE “CaaS” જેમાં ગેરકયદેસર રીતે વર્ચ્યુઅલ મોબાઇલ નંબર અને OTP પ્રોવાઇડ કરાવી ઇ-કોમર્સ પ્લેટ ફોર્મ પર સાયબર ફ્રોડ કરવા માટે સરળતા પુરી પાડવા અને ધમકીભર્યા ફોન કે ઇ-મેઇલ કરવા માટેની કાર્યવાહિ કરતા સાયબર ક્રાઇમના અપરાધીરોની મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડેલ છે.


આ પણ વાંચો : Ahmedabad News : સાણંદની દારૂ પાર્ટીમાં "અમીરોનો" નશો પોલીસે ઉતારી દીધો, વિકેન્ડ હોમમાં દારૂ વહ્યો 'બેફામ' પછી પડી પોલીસની એન્ટ્રી