calendar_todayJune 22, 2026
Gandhinagar News: વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશને CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી
એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા વર્લ્ડ એથ્લેટિક્સનું પાંચ સભ્યોનું ડેલિગેશન બીડ ઈવેલ્યુએશન પેનલના ચેરમેન એંટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં ગુજરાતની મૂલાકાતે છે.આગામી 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પીયનશીપ તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ 2031ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે.વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન આ પ્રસ્તાવિત રમતોત્સવોના સંદર્ભમાં ગુજરાતનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્યુ આનુષાંગિક સુવિધાઓના અભ્યાસ-નિરીક્ષણ માટે તા. 22 અને 23 જૂન એમ 2 દિવસો માટે ગુજરાત આવ્યું છે.
વર્લ્ડ એથ્લેટીક્સ ડેલિગેશન ગુજરાત મૂલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં મૂલાકાત બેઠકથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સભ્યો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે,ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિરીક્ષણ-મૂલાકાતથી ડેલિગેશનને ગુજરાતની સજ્જતા અને સ્પોર્ટ્સ કલ્ચરની પ્રત્યક્ષ અનુભૂતિ થશે જ.ગુજરાત સરકાર આ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ-2031ની યજમાની મેળે તે માટે આશાવાદી છે અને આ રમતોના સફળ આયોજનની તૈયારીઓ વેગવંતી બનાવી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
વર્લ્ડક્લાસ સ્પોર્ટ્સના આયોજન માટે સજ્જ
આ મૂલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે,ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ,કોમનવેલ્થ ગેઈમ્સ-2030 સહિત વર્લ્ડક્લાસ સ્પોર્ટ્સના આયોજન માટે સજ્જ છે અને આ હેતુસર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ,વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્રમોદી સ્ટેડિયમ, કરાઈ એકેડમી જેવા સ્થળોએ આવી વિશ્વસ્તરીય રમતોના આયોજન માટેની સુવિધાઓ ઝડપભેર વિકસી રહી છે.
આ પણ વાંચોઃ Surat : વધુ એક લોકગાયિકાના આંતરજ્ઞાતીય લગ્નથી ભારે ખળભળાટ, પાટીદાર સમાજ લાલઘૂમ, સ્ટેજ બહિષ્કારની અપીલ