android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: નેપાળ પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે

calendar_todaySeptember 10, 2026

Gandhinagar News: નેપાળ પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે

નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી ભીષણ પૂર દુર્ઘટના બાદ ત્યાં સંપર્કવિહોણા થયેલા ગુજરાતના વતનીઓ અને બિન નિવાસી ગુજરાતીઓની ઓળખની પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને સક્રિય નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ આપત્તિમાં ગુમ થયેલા નાગરિકોના પરિવારોને ઝડપથી ન્યાય અને મદદ પૂરી પાડવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયા હવે પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે.

29 વ્યક્તિઓના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા 

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ગુજરાતના કેટલાક નાગરિકો ફસાયા હતા અને સંપર્કવિહોણા બન્યા હતા.આ દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી હતી.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર, સંબંધિત જિલ્લાઓનું વહીવટીતંત્ર અને નોન રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન અત્યંત સંકલિત અને સઘન અભિગમ સાથે આ આપત્તિ પ્રબંધનમાં કામ કરી રહ્યા છે.સરકારી તંત્રના અથાગ પ્રયાસોના પરિણામે ગુમ થયેલા કુલ 30 વ્યક્તિઓમાંથી 29 વ્યક્તિઓના પરિવારજનોના ડીએનએ સેમ્પલ સફળતાપૂર્વક એકત્રિત કરી લેવામાં આવ્યા છે.ગુમ થયેલા લોકોની વૈજ્ઞાનિક અને ચોક્કસ ઓળખ સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.આ હેતુસર રાજ્યમાં ડીએનએ પ્રોફાઇલિંગ માટે કુલ છ નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે.

વ્યક્તિઓની સચોટ યાદી તૈયાર કરવામાં આવી

આ દુર્ઘટનામાં પ્રભાવિત થયેલા માત્ર સ્થાનિક જ નહીં,પરંતુ ન્યૂઝીલેન્ડ,અમેરિકા,કેનેડા અને વિવિધ આફ્રિકન દેશોમાં કાયમી કે અસ્થાયીરૂપે વસવાટ કરતા ગુમ થયેલા નાગરિકોના પરિવારજનોને પણ આ પ્રક્રિયામાં આવરી લેવાયા છે.વિદેશમાં રહેતા આ પરિવારજનો માટે પણ ડીએનએ સેમ્પલ એકત્રિત કરવાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે જેથી કોઈ પણ પીડિત પરિવાર સહાય કે પ્રક્રિયાથી વંચિત ન રહે.વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીના ભાગરૂપે SEOC અને NRGF દ્વારા ગુમ થયેલા તથા સંપર્કવિહોણા બનેલા તમામ વ્યક્તિઓની સચોટ યાદી તૈયાર કરવામાં આવી છે. આ અધિકૃત યાદી નેપાળ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે અને સ્થાનિક પ્રશાસન સાથે સતત સંકલન જાળવીને શોધખોળ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: રોટલો ખાધા વિના જ કાટમાળમાં દટાયા શ્રમિકો, ઘટનાસ્થળે વેરવિખેર દેખાયા ટિફિન અને થાળી