android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : ગુજરાત કોમનવેલ્થના આયોજન માટે આગળ વધી રહ્યું છે, દેશના તમામ ખેલાડીનું સ્વાગત કરુ છું : DyCm હર્ષ સંઘવી

calendar_todayAugust 5, 2026

Gandhinagar News : ગુજરાત કોમનવેલ્થના આયોજન માટે આગળ વધી રહ્યું છે, દેશના તમામ ખેલાડીનું સ્વાગત કરુ છું : DyCm હર્ષ સંઘવી

ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સના પ્રસ્તાવિત આયોજન સંદર્ભે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિધિવત રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સના આયોજન મુદ્દે ગુજરાત રાજ્ય સતત આગળ વધી રહ્યી છે. રમતોત્સવને સફળ બનાવવા માટે તમામ સરકારી વિભાગો દ્વારા પરસ્પર સંકલન હાથ ધરવામાં આવ્યું છે. દેશમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે. જેથી રાજ્ય સરકાર વધુમાં વધુ ખેલાડીઓને આ ક્ષેત્રે જોડવા માટે આગળ વધી રહી છે.

બજેટમાં 8 ગણો વધારો કરવાનો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં જ કોમનવેલ્થનું આયોજન કેમ, હરિયાણામાં કેમ નહીં?' તે અંગે ઉઠેલા સવાલોનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનું રમતગમત વિભાગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર ગુજરાતના ખેલાડીઓ પૂરતું સીમિત નથી. દેશનો કોઈપણ યુવક કે યુવતી જે પોતાના રમત ક્ષેત્રે મહેનત કરી રહ્યા છે, તે તમામ માટે ગુજરાતના દ્વાર ખુલ્લા છે. દરેક રાજ્યની રમતો માટે અલગ-અલગ ઇકોસિસ્ટમ હોય છે, પરંતુ અંતે આપણે બધા એક છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટમાં ખેલાડીઓના પ્રોત્સાહન માટે બજેટમાં 8 ગણો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

દેશભરના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ભાવુક અપીલ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશભરના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ભાવુક અપીલ કરી હતી કે, આ ધરતી આપણા બધાની છે અને તમામ ખેલાડીઓનું અહીં હૃદયપૂર્વક સ્વાગત છે. તેમણે અન્ય રાજ્યોના ખેલાડીઓને આહ્વાન કર્યું હતું કે, તેઓ ગુજરાતમાં માત્ર મહેમાન તરીકે નહીં પરંતુ એક પરિવારના સભ્ય તરીકે આવે અને રમતગમતના ક્ષેત્રે પોતાના સપનાઓને સાકાર કરે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને દેશના રમતવીરોને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે સરકાર કટિબદ્ધ છે.

આ પણ વાંચોઃ Gujarat News: ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે ટીમ મોકલી, પશુઓના બ્લડ અને દૂધના 70 સેમ્પલ લેવાયા