calendar_todayJanuary 19, 2026
Gandhinagar News: Gift Cityમાં વૈશ્વિક બેંકિંગનો નવો અધ્યાય; આબુ ધાબીની પ્રથમ બેંક 'ડીપી વર્લ્ડ'ને મળી મંજૂરી
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) હવે ઝડપથી વૈશ્વિક નાણાકીય હબ તરીકે ઉભરી રહ્યું છે. આ દિશામાં એક મોટી સફળતા મેળવતા, આબુ ધાબીની અગ્રણી બેંકને ગિફ્ટ સિટીમાં પોતાની શાખા શરૂ કરવા માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ બેંક 'ડીપી વર્લ્ડ' (DP World) ના નામે પોતાની બેંકિંગ સેવાઓ કાર્યરત કરશે.
આબુ ધાબીની પ્રથમ બેંકને મંજૂરી આપવામાં આવી
યુનાઈટેડ આરબ અમીરાત (UAE) અને ભારત વચ્ચેના મજબૂત થતા આર્થિક સંબંધોના ભાગરૂપે આ મંજૂરી અત્યંત મહત્વની માનવામાં આવે છે. આબુ ધાબીની આ પ્રથમ બેંક હશે જે ગિફ્ટ સિટીમાં પોતાની ફુલ-ફ્લેજ્ડ બ્રાન્ચ બનાવશે. 'ડીપી વર્લ્ડ' બેંક દ્વારા સ્થાપિત થનારી આ બ્રાન્ચ આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશી હૂંડિયામણ અને મોટા કોર્પોરેટ ટ્રાન્ઝેક્શનમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવશે બ્રાન્ચ
ગિફ્ટ સિટીમાં વિદેશી બેંકોના આગમનથી સ્થાનિક વ્યવસાયોને આંતરરાષ્ટ્રીય સ્તરની બેંકિંગ સુવિધાઓ ઘરઆંગણે પ્રાપ્ત થશે. સરકારના પ્રયાસો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે હવે વિશ્વની મોટી નાણાકીય સંસ્થાઓ ગુજરાત તરફ આકર્ષાઈ રહી છે. 'ડીપી વર્લ્ડ' જેવી મજબૂત બેંકની એન્ટ્રીથી ગિફ્ટ સિટીની વિશ્વસનીયતામાં વધારો થશે અને આગામી સમયમાં અન્ય દેશોની બેંકો પણ અહીં પોતાની કચેરીઓ શરૂ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે.