android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : GPSC નો મોટો નિર્ણય, પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં મદદનીશ કાયદા અધિકારીની ભરતી પ્રક્રિયા રદ

calendar_todayJanuary 22, 2026

Gandhinagar News : GPSC નો મોટો નિર્ણય, પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં મદદનીશ કાયદા અધિકારીની ભરતી પ્રક્રિયા રદ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) માં મદદનીશ કાયદા અધિકારીની ત્રણ જગ્યાઓ માટે હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયાને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ લાયક ઉમેદવારોનો અભાવ છે. આ ભરતી માટે કુલ 23 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી જીપીએસસીને એક પણ ઉમેદવાર શરતો મુજબ યોગ્ય જણાયો નથી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે 23 માંથી 22 ઉમેદવારો પાસે જરૂરી વ્યવસાયિક અનુભવનો અભાવ હતો, જેના કારણે તેઓ ગેરલાયક ઠર્યા હતા.

GPCB ભરતી વિવાદ

આ ભરતી પ્રક્રિયામાં વધુ એક ચોંકાવનારી બાબત એ સામે આવી કે જે એક ઉમેદવાર પાસે યોગ્ય લાયકાત હોવાની શક્યતા હતી, તેણે નિયત સમય મર્યાદામાં પોતાના જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કર્યા નહોતા. પરિણામે, આયોગ પાસે ભરતી રદ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. આ પરિસ્થિતિને જોતા હવે સરકાર અને જીપીએસસી આગામી સમયમાં ભરતીના નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છે. ખાસ કરીને અનુભવની લાયકાતમાં જરૂરી સુધારા કર્યા બાદ જ આ જગ્યાઓ માટે ફરીથી નવી જાહેરાત બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabad News : કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજાનો આપઘાત, બોડકદેવના પોશ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ