android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: વાહનોમાં સફેદ LED લાઈટ હશે તો કાર્યવાહી કરાશે, વાહન વ્યવહાર વિભાગે RTOને આદેશ કર્યો

calendar_todayJanuary 21, 2026

Gandhinagar News: વાહનોમાં સફેદ LED લાઈટ હશે તો કાર્યવાહી કરાશે, વાહન વ્યવહાર વિભાગે RTOને આદેશ કર્યો

ગુજરાતમાં વાહનો પર અનઅધિકૃત રીતે લગાવવામાં આવેલી સફેદ LED લાઈટ અને વધુ તીવ્રતાવાળા હેડ લેમ્પ્સ સામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંગે વારંવાર મળેલી રજૂઆતો બાદ તંત્ર સક્રિય થયું છે. વાહન વ્યવહાર વિભાગે આવી લાઈટ વાળા વાહનો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં છે.

અકસ્માતો અને જાનહાનિનો ભય

વાહન વ્યવહારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે વધુ પડતી તીવ્રતાવાળી આ લાઇટ્સને કારણે સામેથી આવતા અન્ય વાહનચાલકોની આંખો અંજાઈ જાય છે.જેના પરિણામે અકસ્માત થવાની સંભાવના રહે છે.આવા અકસ્માતોને લીધે ક્યારેક ગંભીર ઈજાઓ અથવા તો મૃત્યુ પણ થતા હોવાથી આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે.

ડીલરો ઉપર પણ સઘન ચેકિંગની કાર્યવાહી કરવા જણાવાયું

ઉચ્ચ કક્ષાએ પણ આ અંગે નોંધ લેવામાં આવી છે.તમામ પ્રકારના અનઅધિકૃત સફેદ LED હેડલાઇટ ધરાવતા વાહનો સામે નિયમિત અને સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત વાહનોના ડીલર કક્ષાએથી જ વાહનો પર આવી અનઅધિકૃત લાઇટ્સ ન આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ડીલરો ઉપર પણ સઘન ચેકિંગની કાર્યવાહી કરવા જણાવાયું છે.


આ પણ વાંચોઃ Surendranagar News: સરકારી ફોરેસ્ટ પાસે દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, બે બુટલેગર જેલભેગા