calendar_todayMay 15, 2026
Gandhinagar News: આજે કેબિનેટની બેઠકમાં PM મોદીની અપીલના પાલન અને આયોજન અંગે ચર્ચાઓ કરાશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે ફરી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાશે. બે અઠવાડિયા બાદ મળી રહેલી આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરાશે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો અને સરકારના અન્ય કામકાજને કારણે કેબિનેટની બેઠક બે અઠવાડિયા બાદ મળી રહી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચાઓ કરાશે.
ટેકાના ભાવે ખરીદી અંગે પણ સમીક્ષા કરાશે
આજે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 ખાતે સવારે 10 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચાઓ કરાશે.વર્ક ફ્રોમ હોમ અંતર્ગત સંભવિત ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદીએ કરેલી સાત અપીલના પાલન અને આયોજન મુદ્દે વિમર્શ કરાશે. આ ઉપરાંત ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી અંગે પણ સમીક્ષા કરાશે.
ડેમ અને જળાશયોમાં પાણીના સ્ટોકને લઈને સમીક્ષા
આજની કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચાઓ કરાશે. રાજ્યમાં ડેમ અને જળાશયોમાં પાણીના સ્ટોકને લઈને સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં ઈંધણની બચત અંગેના વર્ચ્યુઅલ અભિયાન અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ઈંધણના ઉપલબ્ધ સ્ટોક અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Petrol Diesel Price: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં કેટલો થયો વધારો