android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ

calendar_todayJanuary 7, 2026

Gandhinagar News : મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ વિભાગના સચિવ શ્રી રાજેશ માંઝુ તેમજ SLCCC સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ સુજલ મયાત્રા દ્વારા એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

વિવિધ સરકારી વિભાગો સાથેના સંકલન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

આ પ્રેઝન્ટેશનમાં વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની વ્યૂહરચના, વહીવટી સીમાઓ ફ્રીઝ કરવાની પ્રક્રિયા તથા હાથ ધરવામાં આવેલા પ્રી-ટેસ્ટના તારણો અને ગણતરીદારો માટેની તાલીમની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં વસ્તી ગણતરી-૨૦૨૭ માટેના અધિકારીઓ અને જરૂરી માનવબળની નિમણૂક પ્રક્રિયા, હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સના સમયગાળા અને વિવિધ સરકારી વિભાગો સાથેના સંકલન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

વસ્તી ગણતરી પારદર્શી રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું

પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ બાદ મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે ગુજરાતમાં થયેલી વસ્તી ગણતરી-૨૦૨૭ની પૂર્વતૈયારીઓની સરાહના કરી હતી અને વસ્તી ગણતરીની કામગીરી સચોટ અને પારદર્શી રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.


આ પણ વાંચો : Dahod News : દાહોદમાં પીકઅપ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, 2ના ઘટના સ્થળે મોત