android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News:  રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિને STમાંથી હટાવી OBCમાં સમાવવા સરકારની વિચારણા

calendar_todayMarch 24, 2026

Gandhinagar News: રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિને STમાંથી હટાવી OBCમાં સમાવવા સરકારની વિચારણા

ગુજરાત વિધાનસભામાં વિનિયોગ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ બિલ રજૂ કર્યું હતું. સરકારી ખર્ચ માટે મંજૂરી માગવામાં આવી હતી. વધારાના ખર્ચ માટે મંજૂરી માગવામાં આવી હતી. વધારાના ખર્ચ માટે આ બિલ લાવવામાં આવ્યું છે. નાણાંકિય વ્યવસ્થા પર ચર્ચા થશે. રાજ્યના વિકાસ માટે મહત્વનું પગલું છે. ગૃહમાં આ બિલની ચર્ચા દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ માલધારી સમાજને ઓબીસીમાં સમાવવા અંગે મોટુ નિવેદન આપ્યું હતું.

વિધાનસભામાં નાણાં મંત્રી કનુ દેસાઇનું મોટું નિવેદન

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મોટું નિવેદન આપ્યું હતું. ગીર બરડા આલેચના માલધારીઓ અંગે મહત્વની વિચારણા ચાલી રહી છે. રબારી, ભરવાડ અને ચારણને ST યાદીમાંથી દૂર કરવાની ચર્ચા થઈ છે. ST યાદીમાંથી હટાવી OBCમાં સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી છે. અન્ય જ્ઞાતિમાં સ્થાનાંતરણ મુદ્દો કેન્દ્ર સરકાર હેઠળ વિચારાધિન છે. વિનિયોગ વિધેયક પર જવાબ દરમિયાન નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચોઃ Kadi: મેડા આદરજમાં પૂર્વ પ્રેમીની હેવાનિયત, યુવતીના ફોટા વાયરલ કરી બે વાર સગાઈ તોડાવી