android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ગાંધીનગર સિવિલની મેડિસીન OPDમાં બે દિવસમાં 1,400થી વધુ દર્દીનો ધસારો

calendar_todayJanuary 7, 2026

Gandhinagar: ગાંધીનગર સિવિલની મેડિસીન OPDમાં બે દિવસમાં 1,400થી વધુ દર્દીનો ધસારો

શહેરના જૂના વિસ્તારમાં ફેલાયેલા રોગચાળા વચ્ચે ગાંધીનગર સિવિલ અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં દવાખાના ઉભરાઈ રહ્યાં છે. ગાંધીનગર સિવિલની મેડિસીન ઓપીડીમાં જ હાલ દૈનિક 700થી વધુ દર્દીઓનો ધસારો જોવા મળે છે. જેમાં ટાઈફોઈડના લક્ષણો અને તાવ સહિતના કારણોથી દૈનિક 400 જેટલા વિડાલ ટેસ્ટ કરવાની ફરજ પડી રહી છે. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં દૈનિક 500થી 600 જેટલી ઓપીડી રહેતી હોય છે. જેના સ્થાને હાલ દર્દીઓમાં વધારો નોંધાયો છે. મેડિસીન ઉપરાંત પીડિયાટ્રીક ઓપીડીમાં દૈનિક ઘણા બાળકોને આવી રહ્યાં છે.

પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, સ્ટ્રોમવોટર લાઈનની કામગીરીઓ થયેલી છે. જેમાં કામગીરી ઉપર યોગ્ય સુપર વિઝન, કામગીરીની ગુણવત્તા સહિતના કારણોથી સેક્ટર-24, સેક્ટર-26, સેક્ટર-28, આદિવાડા વિસ્તારો રોગચાળામાં સપડાયા છે. જેની સીધી અસર ગાંધીનગર સિવિલની ઓપીડી ઉપર પડી છે. મેડિસીન વિભાગમાં ગઈકાલે જ 773 જેટલા દર્દીઓ નોંધાયા હતા, જ્યારે આજે પણ દર્દીઓના આંકડો 700ને પાર પહોંચ્યો હતો. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં બીમારીઓનું પ્રમાણ ઓછું રહેતું હોવાથી સિવિલના મેડિસીન વિભાગમાં ઓપીડીમાં દર્દીઓના ઘટીને 500ની આસપાર આવી જાય છે. જોકે હાલના સમયે જૂના સેક્ટરોમાં ફેલાયેલા રોગચાળાને પગલે સિવિલમાં દર્દીઓથી ઉભરાઈ રહ્યું છે. મેડિસીન વિભાગમાં હાલના સમયે આવતા દર્દીઓમાં મોટાભાગના જૂના સેક્ટરોમાં આવતા હોવાની વાત છે. ટાઈફોઈડ સ્થિતિ અને તાવના કેસોને જોતા અહીં દૈનિક 400 જેટલા વિડાલ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત જીએમસીના આરોગ્ય કેન્દ્રો તથા ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો