android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : બિનહથિયારી PSI ભરતી પરીક્ષામાં 1023 ઉમેદવાર ક્વોલિફાઇડ, ઉત્તીર્ણ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર

calendar_todayJanuary 31, 2026

Gandhinagar : બિનહથિયારી PSI ભરતી પરીક્ષામાં 1023 ઉમેદવાર ક્વોલિફાઇડ, ઉત્તીર્ણ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર

બિનહથિયારી PSI (Police Sub-Inspector)ની ભરતી પરીક્ષામાં 1023 ઉમેદવાર સફળ થયા છે. ઉતીર્ણ ઉમેદવારોની યાદી  ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

ડોક્યુમેન્ટ ચકાસણીની પ્રક્રિયા 5થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

ડોક્યુમેન્ટ ચકાસણીની પ્રક્રિયા 5થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવશે. ઉમેદવાર પોતાનો કોલ લેટર 2 ફેબ્રુઆરી બપોરે 2 વાગ્યાથી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.

દસ્તાવેજ ચકાસણી કાર્ય કરાઈ પોલીસ અકાદમી ખાતે યોજાશે

દસ્તાવેજ ચકાસણી કાર્ય કરાઈ પોલીસ અકાદમી ખાતે યોજાશે. જાહેર થયેલ માહિતી અનુસાર, બિનહથિયારી PSI ઉપરાંત 472 અન આર્મ્ડ PSIની ભરતી પણ આ પ્રક્રિયામાં લેવામાં આવશે.

સમયસર ડોક્યુમેન્ટ ચકાસણી માટે હાજર રહે

પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે તેઓ તમામ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર ડોક્યુમેન્ટ ચકાસણી માટે હાજર રહે અને વેબસાઇટની માહિતી નિયમિત તપાસતા રહે.


આ પણ વાંચો----   Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો