android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: SQAAF સ્વ-મૂલ્યાંકનની તારીખ લંબાવાઈ, 8 સપ્ટેમ્બર સુધી શાળાઓ કરી શકશે એન્ટ્રી

calendar_todayAugust 31, 2026

Gandhinagar: SQAAF સ્વ-મૂલ્યાંકનની તારીખ લંબાવાઈ, 8 સપ્ટેમ્બર સુધી શાળાઓ કરી શકશે એન્ટ્રી

ગુજરાત રાજ્યની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ચકાસવા માટે હાથ ધરવામાં આવતી SQAAF (સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક) અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી શાળાઓ દ્વારા ઓનલાઇન પોર્ટલ પર કરવાની હોય છે. આ માટે પંચાયત અને શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ૩૧ ઓગસ્ટ સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

શિક્ષક સંઘો અને શાળા સંચાલકોની માંગ સામે સરકાર નમી

જોકે, શ્રાવણી તહેવારો, રજાઓ અને અન્ય શૈક્ષણિક કામગીરીના બોજને કારણે નિર્ધારિત સમયમાં તમામ શાળાઓની સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થવી મુશ્કેલ હતી. આ બાબતે રાજ્યના વિવિધ શિક્ષક સંઘો તેમજ શાળા સંચાલક મંડળો દ્વારા શિક્ષણ વિભાગ અને GCERT સમક્ષ તારીખ લંબાવવા માટે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી.

સ્વ-મૂલ્યાંકનની તારીખમાં કરાયો વધારો

શિક્ષક સંઘો અને શાળા સંચાલકોની વાજબી માગણી અને રજૂઆતોને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે સકારાત્મક વલણ અપનાવ્યું છે. GCERT (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ હવે આગામી 8 સપ્ટેમ્બર સુધી SQAAF સ્વ-મૂલ્યાંકનની એન્ટ્રી અને કામગીરી પૂર્ણ કરી શકશે. આ તારીખ લંબાવાતાં રાજ્યની હજારો શાળાઓના શિક્ષકો અને આચાર્યોને મોટી રાહત મળી છે અને પોર્ટલ પર ટેકનિકલ કે સમયના દબાણ વગર કામગીરી પૂર્ણ કરી શકાશે.

આ પણ વાંચો: banaskantha:સિહોરી હાઇવે પર ઉબરી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત; 1 નું મોત, 1 ગંભીર