android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
વાપી GIDCમાં પતરાના બેરલમાં છુપાવી લઈ જવાતો રૂ. 3 લાખનો દારૂ ઝડપાયો

calendar_todayOctober 18, 2026

વાપી GIDCમાં પતરાના બેરલમાં છુપાવી લઈ જવાતો રૂ. 3 લાખનો દારૂ ઝડપાયો

વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સેલવાસથી ટાટા પીકઅપ ટેમ્પોમાં પતરાના નાના બેરલમાં છુપાવીને લઈ જવાતો રૂ. 3,02,848નો દારૂ ઝડપી પાડયો હતો. આ સાથે જ ટેમ્પોના ચાલક અને ક્લીનરની ધરપકડ કરાઈ હતી. વલસાડ જિલ્લા પોલીસની ટીમ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પેટ્રોલ ફોલો સ્ક્વોડના એએસઆઈ અલ્લારખભાઈ અમીરભાઈને મળેલી બાતમીના આધારે વાપી જીઆઇડીસીના સેકન્ડ ફોઝમાં મોરારજી સર્કલ નજીક કેર કંપની સામે જાહેર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે ડીએન-09-કે -9701 નંબરના સફેદ રંગના ટાટા પીકઅપ ટેમ્પોને અટકાવી તપાસ કરતાં લાલ અને વાદળી રંગના 31 નાના પતરાના બેરલમાંથી દારૂની કુલ 716 બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ. 3,02,848 હોવાનું નોંધાયું છે. પોલીસે ટેમ્પોના ચાલક અજય દેવ જિરા વરઠા (ઉં.વ. 29) અને ક્લીનર ઈન્દિયાભાઈ ઉર્ફે ઈન્દલ લક્ષીભાઈ બારકીયા દાડેકર (ઉં.વ. 38, બંને રહે. સેલવાસ, દાદરા અને નગર હવેલી)ને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000) તથા રોકડા રૂ. 11,000 પણ મળી આવ્યા હતા. પોલીસે દારૂની બોટલો ઉપરાંત રૂ. 5 લાખની કિંમતનો ટાટા પીકઅપ ટેમ્પો, બે મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 8,23,848નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ભરાવનાર તરીકે સેલવાસના લહુારી ખાચપાડા ફળિયાના કિરણ વરઠાનું નામ સામે આવ્યું હતું. આ ઉપરાંત દારૂનો જથ્થો ભરી આપનાર અથવા પાયલોટિંગ કરનાર કિરણ વરઠાના એક સાથીની પણ ઓળખ બાકી છે. બંનેને વોન્ટેડ જાહેર કરાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો