calendar_todayFebruary 10, 2026
Gir Gadhda News : જરગલી ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું, 10 લાખની કિંમતનો માદક પદાર્થ જપ્ત
ગુજરાતમાં ખેતર અને રહેણાંક વિસ્તારની ખુલ્લી જગ્યામાં ગાંજાનું વાવેતર કરવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથમાં એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. ગીર ગઢડા તાલુકાના જરગલી ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું છે. ખેતરમાંથી ગાંજાના લીલા છોડ અને સૂકવેલ ગાંજો જપ્ત કરાયો છે. પોલીસે અંદાજે 10 લાખની કિંમતનો માદક પદાર્થ ઝડપી પાડ્યો છે.
જરગલી ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું
ગીર ગઢડા તાલુકાના જરગલી ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની માર્ગદર્શનમાં કાર્યવાહી કરવામાં આવી છે. SOG ઇન્ચાર્જ PI કે.એમ. કાગડા અને ટીમે રેઇડ પાડીને કાર્યવાહી હાથ ધરી છે. NDPS એક્ટ હેઠળ આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે. એક માસમાં SOGની ચોથી મોટી રેઇડ છે. છેલ્લા એક માસમાં કુલ ₹40 લાખનો નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો છે. નશા સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે પોલીસે કડક કાર્યવાહી કરી છે.
આ પણ વાંચોઃ Bhavnagar News: શહેરના આંબાચોક વિસ્તારમાં પરફ્યુમના વેપારીઓને ત્યાં GSTનું સર્ચ ઓપરેશન