calendar_todayFebruary 7, 2026
Gir News : ગીરના જંગલમાં સિંહોની સુરક્ષા માટે 5 અંડરપાસ બનશે, સાંસદ પરિમલ નથવાણીને રેલવેમંત્રીએ આપ્યો જવાબ
આ ઉપરાંત, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને સિંહ વન્યજીવ અભયારણ્યની અંદર પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન હેઠળના દામનગર-પીપાવાવ સેક્શનના ૧૧૫ કિમી વિસ્તારમાં સિંહોની મૂવમેન્ટ પર નજર રાખવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ઇન્ટુઝન ડિટેક્શન સિસ્ટમના (IDS) અમલીકરણને મંજૂરી આપી દેવાઈ છે.
ગીર જંગલ વિસ્તારમાંથી પસાર થતું હાલનું રેલ્વે નેટવર્ક મીટરગેજ છે
લોકો પાઇલટ્સ, સ્ટેશન માસ્ટર્સ અને કંટ્રોલ રૂમને રેલ્વે ટ્રેકની નજીક સિંહોની મૂવમેન્ટ વિશે એલર્ટ જનરેટ કરવા આ સિસ્ટમ બનાવાઈ છે, જેથી અકસ્માતોની રોકથામની કામગીરી હાથ ધરી શકાય. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા એક પ્રશ્નના જવાબમાં રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાંથી કેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આ માહિતી પૂરી પાડી હતી. મંત્રીના નિવેદન મુજબ, ગીર જંગલ વિસ્તારમાંથી પસાર થતું હાલનું રેલ્વે નેટવર્ક મીટરગેજ (MG) સેક્શન છે.
બેઠકોમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓને રેલવે સક્રિયપણે ઉકેલી રહ્યું છે
આમાંના ઓળખાયેલા સિંહોની મૂવમેન્ટવાળા કોરિડોરમાં વન્યજીવોની સલામતી માટે ટ્રેનો ધીમી ગતિએ દોડાવાય છે. રેલવે અને વન વિભાગ વચ્ચે સંકલન માટે, સમીક્ષા સમિતિઓ એટલે કે સર્કલ લેવલ કમિટી, ડિવિઝનલ લેવલ કમિટી અને રેન્જ લેવલ કમિટીની સ્થાપના કરાઈ છે. આ કમિટીઓની બેઠકોમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓને રેલવે સક્રિયપણે ઉકેલી રહ્યું છે. નથવાણી એ જાણવા માગતા હતા કે એશિયાટિક સિંહોના રક્ષણ માટે ગીર જંગલમાં એલિવેટેડ રેલ કોરિડોર બનાવવાની સરકારની કોઈ યોજના છે કે કેમ; અને જો હોય તો તેના શક્યતાદર્શી અભ્યાસ, ફન્ડિંગ અને અપેક્ષિત પૂર્ણાહૂતિની સમયરેખાની વિગતો સહિત આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ શું છે.