android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnathમાં PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આહીર સમાજ દ્વારા મહારાસની તૈયારી કરાઈ, જુઓ Video

calendar_todayJanuary 10, 2026

Gir Somnathમાં PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આહીર સમાજ દ્વારા મહારાસની તૈયારી કરાઈ, જુઓ Video

સ્વાભિમાન પર્વમાં લોક સંસ્કૃતિનો ભવ્ય સંગમ જોવા મળશે અને ગીર સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી છે, શૌર્ય યાત્રાના રૂપે રોડ શોની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને 1 કિમી લાંબા રોડ શોમાં અલગ-અલગ 32 ટેબ્લો અને ગરબા, લદાખ નૃત્ય સહિત અનેક કૃતિઓ રજૂ થશે અને જુદા-જુદા સમુદાયના લોકો PMનું અભિવાદન કરશે.

ગીર સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વ

PM મોદીના આગમનને લઇ સોમનાથમાં તૈયારીનો આખરી ઓપ આપવામાં આવ્યો છે અને સોમનાથ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે, PMના રુટને સફેદ, કેસરી, પીળા ફૂલોથી શણગારાયું છે. મંદિરમાં સતત 72 કલાક ઓમકારના નાદ માટે મંત્રોચ્ચાર કરાઈ રહ્યા છે અને સોમનાથ મંદિર પરિસરમાં અનેરી ઉર્જાનો સંચાર થયો છે.


આ પણ વાંચો : Ahmedabadમાં હિપ્નોટાઇઝ કરી દાગીના પડાવતા આરોપી એલસીબી ઝોન-7એ ઝડપી પાડયો, જુઓ Video