android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૌર્ય સભામાં ઓપરેશન સિંદૂરની શૌર્યતાને કલાત્મક રીતે ઉજાગર કરતી દીકરી કોમલ સોલંકી

calendar_todayJanuary 11, 2026

Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૌર્ય સભામાં ઓપરેશન સિંદૂરની શૌર્યતાને કલાત્મક રીતે ઉજાગર કરતી દીકરી કોમલ સોલંકી

તાલાલાના રાતીધાર ગામની આ દીકરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓપરેશન સિંદૂરની સફળતા દર્શાવતું કલાત્મક સ્કેચ બનાવી, આ શૌર્યસભામાં ઉત્સાહભેર પ્રદર્શિત કર્યું હતું. ધોરણ- ૧૦માં અભ્યાસ કરતી જ્યોતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિ:સ્વાર્થ રીતે અને ભેદભાવ વગર રાષ્ટ્રની પ્રગતિ માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે,

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉર્જાસભર અને પ્રેરક સંબોધન નિહાળ્યું હતું

વડાપ્રધાને દેશને સુરક્ષિત રાખવા અને આંતકવાદથી બચાવવા માટે સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, તેનાથી જ પ્રેરિત થઈને આ કલાત્મક સ્કેચ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સ્કેચમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચિત્ર સાથે ભારતીય સેનાના શૌર્યરૂપ 'OPERATION SINDOOR'કલાત્મક રીતે લખ્યું છે. સાથે જ તેની તારીખ પણ દર્શાવવામાં આવી છે. આ શૌર્યસભામાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉર્જાસભર અને પ્રેરક સંબોધન નિહાળ્યું હતું.


આ પણ વાંચો : Gir Somnath SwabhimanParv : શૌર્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા-સત્કારવા ગાભા ગામની વયોવૃદ્ધ મિત્ર મંડળી પણ પહોંચી