android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
GMDC Dividend: GMDCએ CMને રૂ. 223.54 કરોડના ડિવિડન્ડનો ચેક આપ્યો!

calendar_todayOctober 21, 2026

GMDC Dividend: GMDCએ CMને રૂ. 223.54 કરોડના ડિવિડન્ડનો ચેક આપ્યો!

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા રાજ્યના આર્થિક વિકાસમાં સતત મહત્વપૂર્ણ પ્રદાન આપવામાં આવી રહ્યું છે. ખનિજ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર રહેલી આ જાહેર ક્ષેત્રની કંપનીએ વર્ષ 2025-26 માટે ગુજરાત સરકારને એક મોટું આર્થિક રિટર્ન આપીને પોતાની સફળતા સાબિત કરી છે.

CM ભૂપેન્દ્ર પટેલને 223.54 કરોડનો ચેક અર્પણ

ગાંધીનગર ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય સચિવ એમ. કે. દાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂ. 223.54 કરોડનું ડિવિડન્ડ આપતો સત્તાવાર ચેક સુપ્રત કર્યો હતો. GMDC ની નાણાકીય સ્થિરતા અને નફાકારકતાને કારણે રાજ્ય સરકારની તિજોરીમાં આ મોટી રકમનો ઉમેરો થયો છે.

ઓડિશાના 3 કોલસા બ્લોકથી ગુજરાતને થશે લાંબા ગાળાનો લાભ

GMDC દ્વારા પોતાના બિઝનેસનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ઓડિશામાં કંપનીને મળેલા 3 મોટો કોલસા બ્લોકથી આગામી સમયમાં ગુજરાતને લાંબા ગાળાનો મોટો ફાયદો થશે. આ પ્રોજેક્ટ્સને કારણે રાજ્યમાં ઊર્જા સુરક્ષા અને ખનિજ પુરવઠો વધુ સુદ્રઢ બનશે.

GMDC Dividend: GMDC Hands Over Rs 223.54 Crore Dividend Check to Gujarat CM

રેર અર્થ એલિમેન્ટ્સ અને વ્યૂહાત્મક ખનિજો પર વિશેષ ફોકસ

આગામી સમય માટે GMDC દ્વારા ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. કંપની દ્વારા રેર અર્થ એલિમેન્ટ્સ અને વ્યૂહાત્મક ખનિજોના શોધ અને વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ક્ષેત્રમાં કામગીરી થવાથી ગુજરાત ભવિષ્યના હાઈ-ટેક ઉદ્યોગો માટે ખનિજ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનશે.


આ પણ વાંચો: Gujarat Government: સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ! હવે ડિજિટલ પ્રમાણપત્રો પર ઓનલાઈન જ લાગશે ગોળ સિક્કો