android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Godhra: વૈભવી કારમાં લઈ જવાતો રૂપિયા 6.98 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

calendar_todayAugust 29, 2026

Godhra: વૈભવી કારમાં લઈ જવાતો રૂપિયા 6.98 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

પંચમહાલ LCB પોલીસે હાલોલ ગાયત્રી મંદિરથી સુલતાનપુરા ગામ તરફ્ના આંતરિયાળ માર્ગેથી પીછો કરી એક વૈભવી કારમાંથી રૂ.6,98,684 નો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો, પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

પંચમહાલ LCB પોલીસને બાતમી મળી હતી કે, પાવાગઢ રોડ તરફ્થી નંબર વગરની એક લક્ઝયુરિયસ XUV કાર આવી રહી છે. જે શંકાસ્પદ લાગી રહી છે. જે બાતમી આધારે પંચમહાલ LCB પોલીસે હાલોલ ટીંબી ચોકડી પાસે નાકાબંધી કરી હતી. જે દરમિયાન બાતમીમાં વર્ણન મુજબની કાર આવતા તેના ચાલકને કાર ઉભી રાખવા માટે પોલીસે ઈશારો કરતા કાર હાલોલ તરફ્ દોડાવી મૂકી હતી. જેથી પોલીસે તેનો પીછો કરી હાલોલ ગાયત્રી મંદિરથી સુલતાનપુરા ગામ તરફ્ના આંતરિયાળ માર્ગેથી જ્યાં રસ્તો પૂરો થઈ જતા અને કારનો ચાલક નાસવા જતા તેને ઝડપી પાડયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂના 2765 ક્વાટરિયા તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.6,98,684નો દારૂ અને બીયરનો જથ્થો અને કાર જપ્ત કરી કારના ચાલક હાલોલના જાંબુડી રોડ, સાહીપાર્ક સોસાયટીમાં રહેતાં કનૈયાલાલ ઉર્ફે ગણેશ કાગડાભાઈ રાઠવાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં હાલોલના પાવાગઢ રોડ ઉપર મોઘાવાડા ખાતે રહેતો મોહસીન મુસ્તાક શેખનું નામ સહઆરોપી તરીકે સામે આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો