android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Godhra News: એસટી ડેપો મેનેજરની મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂક, ઓવરટાઈમ માટે દાદાગીરી કરતો વીડિયો વાયરલ

calendar_todayMarch 12, 2026

Godhra News: એસટી ડેપો મેનેજરની મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂક, ઓવરટાઈમ માટે દાદાગીરી કરતો વીડિયો વાયરલ

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં એસટી વિભાગના એક ઉચ્ચ અધિકારી દ્વારા મહિલા કર્મચારી સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગોધરા એસટી ડેપો મેનેજર દ્વારા એક મહિલા કંડક્ટરને નોકરી અને ઓવરટાઈમ મુદ્દે માનસિક ત્રાસ આપી, અભદ્ર ભાષામાં વાત કરવામાં આવતી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ઓવરટાઈમ માટે મહિલાની આજીજી છતાં મેનેજરનો રુઆબ

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા કંડક્ટર ડેપો મેનેજર પાસે પોતાની પારિવારિક કે અંગત મજબૂરીને કારણે ઓવરટાઈમની ફરજમાંથી મુક્તિ આપવા માટે આજીજી કરી રહી છે. મહિલા કર્મચારી અત્યંત વિનમ્રતાથી વિનંતી કરી રહી હોવા છતાં, ડેપો મેનેજર સત્તાના નશામાં ચૂર થઈને ખૂબ જ ખરાબ ભાષામાં જવાબ આપી રહ્યા છે. અધિકારીની આ દાદાગીરીને જોઈને એસટી વિભાગના અન્ય કર્મચારીઓમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે.

કર્મચારીઓએ જ વીડિયો વાયરલ કર્યો

ડેપો મેનેજરના સતત વધતા જતા ત્રાસ અને મહિલાઓ પ્રત્યેની આવી ગેરવર્તણૂકથી કંટાળીને એસટી વિભાગના જ અન્ય કર્મચારીઓએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વાયરલ કર્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવારનવાર નાના કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે અને મહિલા કર્મચારીઓની મર્યાદાનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી.

તંત્ર સામે સવાલો

આ વીડિયો વાયરલ થયા બાદ એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કેવા પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાણી છે. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે સરકારી કચેરીમાં જ મહિલા કર્મચારી સાથે થતા આવા વ્યવહારને લઈને લોકોમાં ફીટકારની લાગણી જન્મી છે. સ્થાનિક સંગઠનોએ પણ આ ડેપો મેનેજર સામે કડક તપાસ કરી શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે.


આ પણ વાંચો - Panchmahal News: ગોધરા સબ જેલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ, મહિલા કેદીઓને કાનૂની અધિકારો અંગે માર્ગદર્શન અપાયું