android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gold Price Today : આજે રવિવારે સોનાનો ભાવ શું છે? જાણો 18 જાન્યુઆરીએ સોનું સસ્તુ થયું કે મોંઘું?

calendar_todayJanuary 18, 2026

Gold Price Today : આજે રવિવારે સોનાનો ભાવ શું છે? જાણો 18 જાન્યુઆરીએ સોનું સસ્તુ થયું કે મોંઘું?

છેલ્લા ઘણા દિવસોથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. સામાન્ય રીતે સોનાના ભાવમાં દરરોજ ઉતાર-ચઢાવ થતો રહે છે. પરંતુ આ અઠવાડિયામાં સોનાં અને ચાંદીની કિંમતોમાં ભારે ફેરફાર જોવા મળ્યા બાદ અઠવાડિયાના છેલ્લા દિવસે, આજે રવિવાર 18 જાન્યુઆરીએ, ઘરેલુ સર્રાફા બજારમાં ગોલ્ડ-સિલ્વરના દરોમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, ગઇકાલે શનિવારે સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો. આજે સાપ્તાહિક રજા હોવાથી ઘરેલુ વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX)માં ટ્રેડિંગ બંધ છે.

ભારતમાં આજે સોનાનો ભાવ શું?

ભારતમાં આજે સોનાની કિંમત અઠવાડિયાના છેલ્લા દિવસે, રવિવાર 18 જાન્યુઆરીએ, ઘરેલુ સર્રાફા બજારમાં યથાવત રહી છે. આજે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 14,378 રૂપિયા છે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 13,180 રૂપિયા છે અને 18 કેરેટ સોનાનો ભાવ (જેને 999 સોનું પણ કહેવામાં આવે છે) પ્રતિ ગ્રામ 10,784 રૂપિયા છે. આજનો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,43,780 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાનો દર પ્રતિ 10 ગ્રામ 1,31,800 રૂપિયા છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ1,43,8301,31,850
રાજકોટ1,43,8301,31,850
વડોદરા1,43,8301,31,850
સુરત1,43,8301,31,850
મુંબઈ1,43,780
1,31,800
દિલ્હી1,43,9301,31,950

ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ

જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો- TMKOC : જેઠાલાલ નહીં પણ આ એક્ટર છે બબીતાજીનો બેસ્ટ ફ્રેન્ડ, TMKOCના સેટ પર બંને કરે છે ફૂલ મસ્તી!