android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gold Price Today : આજે સોનું સસ્તું થયું કે મોંઘું? 22 અને 24 કેરેટ ગોલ્ડના શું છે ભાવ?

calendar_todayMay 3, 2026

Gold Price Today : આજે સોનું સસ્તું થયું કે મોંઘું? 22 અને 24 કેરેટ ગોલ્ડના શું છે ભાવ?

આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે અઠવાડિયાના છેલ્લા દિવસે આજે રવિવાર, 3 મેના રોજ ઘરેલું ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, ગઈકાલે શનિવારે સોનાની કિંમતમાં તેજી નોંધાઈ હતી. આજે સાપ્તાહિક રજા હોવાને કારણે ઘરેલું વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં ટ્રેડિંગ બંધ છે. છેલ્લા ઘણા દિવસોના ઘટાડા બાદ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે.

ભારતમાં સોનાનો ભાવ (Gold Price Today)

ઘરેલું ઝવેરી બજારમાં આજે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. ભારતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 15,093 રૂપિયા પ્રતિ ગ્રામ છે, જે ગઈકાલના ભાવ કરતા 33 રૂપિયા વધારે છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 13,835 રૂપિયા પ્રતિ ગ્રામ છે, જે ગઈકાલની કિંમત કરતા 30 રૂપિયા વધુ છે. તે જ પ્રમાણે 18 કેરેટ સોનાનો ભાવ 11,320 રૂપિયા પ્રતિ ગ્રામ છે, જે ગઈકાલ કરતા 25 રૂપિયા મોંઘું છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર24 કેરેટ સોનાની કિંમત22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી1,51,2301,38,500
મુંબઈ1,50,9301,38,350
કોલકાતા1,50,9301,38,350
ચેન્નઈ1,52,7301,40,000
રાજકોટ1,51,0301,38,400
અમદાવાદ1,51,030
1,38,400

24 કેરેટ સોનાનો ભાવ 

  • આજે 24 કેરેટ સોનાનો ભાવ 15,093 રૂપિયા પ્રતિ ગ્રામ છે, જે ગઈકાલ કરતા 33 રૂપિયા વધારે છે.
  • 24 કેરેટ સોનાનો ભાવ 1,50,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જે ગઈકાલની કિંમત કરતા 330 રૂપિયા વધુ છે.

22 કેરેટ સોનાનો ભાવ

  1. 22 કેરેટ સોનાનો ભાવ 13,835 રૂપિયા પ્રતિ ગ્રામ છે, જે ગઈકાલ કરતા 30 રૂપિયા વધારે છે.
  2. 22  કેરેટ સોનાનો ભાવ 1,38,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જે ગઈકાલની કિંમત કરતા 300 રૂપિયા વધુ છે.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો-FLOP FILM : એક દિન ફિલ્મનું સુરસુરિયું! વધુ એક સ્ટાર કિડ ફ્લોપ, સાઉથની લેડી સુપરસ્ટારનો જાદુ પણ ન ચાલ્યો!