android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gold Silver Price: સોના અને ચાંદીના ભાવ આજે ઘટ્યા કે વધ્યા? જાણો 10 ગ્રામ સોનુ અને કિલો ચાંદીનો લેટેસ્ટ રેટ

calendar_todayJanuary 9, 2026

Gold Silver Price: સોના અને ચાંદીના ભાવ આજે ઘટ્યા કે વધ્યા? જાણો 10 ગ્રામ સોનુ અને કિલો ચાંદીનો લેટેસ્ટ રેટ

સોના ચાંદીના ભાવમાં દિવસ જાય તેમ ફેરફાર આવી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. સોના ચાંદીના ભાવ સતત વધી જ રહ્યા છે. તેમાં પણ ચાંદી તો અઢી લાખની નજીક પહોંચી છે.

આજે સોનાનો ભાવ

9 જાન્યુઆરીના રોજ સવારે 11:25 વાગ્યે, 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ ધરાવતું MCX સોનું ₹1,38,214 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે પાછલા દિવસના બંધ ભાવ કરતાં આશરે ₹470 વધારે હતું. શરૂઆતના વેપારમાં MCX સોનું ₹1,38,320 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

આજે ચાંદીનો ભાવ

5 માર્ચ, 2026ની સમાપ્તિ તારીખ સાથે ચાંદીનો ભાવ MCX પર પ્રતિ કિલોગ્રામ ₹2,46,631 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹3300 નો ઉછાળો દર્શાવે છે. શરૂઆતના વેપારમાં MCX ચાંદી ₹2,47,127 ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ. જો કે ગુડ રિટર્ન્સ અનુસાર ચાંદીના ભાવમાં આજે 3000નો ઘટાડો થયો છે. હાલ એક કિલો ચાંદી 249000 પર ટ્રેડ થઇ રહી છે. 


મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ ₹1,38,760 ₹127,200
બેંગ્લોર ₹1,38,710 ₹1,27,150
ચેન્નાઇ ₹1,39,640 ₹128,000
મુંબઇ ₹1,38,710 ₹127,150
દિલ્હી 
₹1,38,150 ₹126,650
કોલકાતા 
₹1,38,860 ₹127,300
વડોદરા ₹1,38,760 ₹127,200

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાંથી સૌથી મુખ્ય છે સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ, ડોલર-રૂપિયાનો વિનિમય દર, આયાત જકાત અને કર, સ્થાનિક માંગ અને પુરવઠો અને લગ્ન અને તહેવારોની મોસમ.

મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો.