calendar_todayJanuary 21, 2026
Gold Silver Price: સોના ચાંદીની કિંમતમાં તોફાની તેજી, 24 કેરેટ સોનું અને એક કિલો ચાંદીનો જાણો લેટેસ્ટ રેટ
બુધવાર 21 જાન્યુઆરીના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. 5 ફેબ્રુઆરી, 2026ની સમાપ્તિ તારીખ સાથેનો સોનાનો વાયદો મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પ્રતિ 10 ગ્રામ રૂ. 151575 પર ખુલ્યો. પાછલા ટ્રેડિંગ દિવસે, સોનું રૂ. 1,50,565 પર બંધ થયું હતું.
આજે સોનાનો ભાવ
21 જાન્યુઆરીના રોજ સવારે 9.45 વાગ્યે 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ સાથેનો સોનો MCX પર રૂ. 155886 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે રૂ. 5320નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના ટ્રેડિંગમાં રૂ.155946ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. એમસીએક્સ મુજબ આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 5600 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ સોનાનો ભાવ 1.56 લાખ પહોંચી ગયો છે.
આજે ચાંદીનો ભાવ
5 માર્ચ, 2026ની સમાપ્તિ તારીખ સાથેનો ચાંદી MCX પર રૂ. 325903 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પાછલા દિવસના બંધ ભાવ કરતાં આશરે રૂ. 2200નો ઉછાળો દર્શાવે છે. શરૂઆતના વેપારમાં MCX સિલ્વર રૂ. 326487ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એમસીએક્સ મુજબ આજે ચાંદીનો ભાવ 2900 રૂપિયાનો વધારો થયો છે. જેથી એક કિલો ચાંદી 3.26 લાખે પહોંચ્યો છે.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,54,850 | 1,41,950 |
| રાજકોટ | 1,54,850 | 1,41,950 |
| વડોદરા | 1,54,850 | 1,41,950 |
| સુરત | 1,54,850 | 1,41,950 |
| મુંબઈ | 1,54,800 | 1,41,900 |
| દિલ્હી | 1,54,950 | 1,42,050 |
કેમ વધી રહ્યો છે ચાંદીનો ભાવ
એક એડવાઇઝરી અનુસાર ચાલુ પુરવઠાની અછતથી ચાંદીના ભાવને પણ મજબૂત ટેકો મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં, લંડન બજારમાં ચાંદીની ઉપલબ્ધતા પર ઘણી વખત દબાણ જોવા મળ્યું છે, જેના કારણે ભાવ ઉંચા રહ્યા છે. ગ્રીન એનર્જી, સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આનાથી રોકાણકારોમાં સતત રસ અને ચાંદી માટે મજબૂત લાંબા ગાળાના અંદાજો ઉભા થયા છે.
ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ
જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
BJP National President: હું કાર્યકર્તા છું અને નીતિન નબીનજી મારા બોસ છે.. બોલ્યા પીએમ મોદી