android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gondal : આપ નેતા જીગીશા પટેલ પર હુમલાના બનાવમાં 5 મહિલા સહિત 9 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, પોલીસ તપાસ શરુ

calendar_todayFebruary 26, 2026

Gondal : આપ નેતા જીગીશા પટેલ પર હુમલાના બનાવમાં 5 મહિલા સહિત 9 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, પોલીસ તપાસ શરુ

ગોંડલની સરગમ સોસાયટી વિસ્તારમાં આપ નેતા જિગિષા પટેલ ઉપર બનેલી હુમલાની ઘટનામાં પાંચ મહિલા સહિત કુલ નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્થાનિકોના પાણી અને રોડના પ્રશ્નોને લઈને મુલાકાતે ગયેલી જીગીશા પટેલ પર હુમલો થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં નવ લોકોના નામ નોંધાયા

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કૃષ્ણા રાવલ, દ્રષ્ટિ રાઠોડ, મનીષા, એક અજાણી મહિલા, ફાતિમાબેન ચાણક્ય, મુન્નો, શબ્બીર તેમજ લાલ ટોપી અને કેસરી ટી-શર્ટ પહેરેલા અજાણ્યા યુવકો સહિત કુલ નવ લોકોના નામ નોંધાયા છે.

કેટલીક મહિલાઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો

માહિતી અનુસાર, જીગીશા પટેલ સ્થાનિક મહિલાઓની સમસ્યાઓ સાંભળવા સરગમ સોસાયટી વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક મહિલાઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

સારવાર માટે રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા

ઇજાગ્રસ્ત જીગીશા પટેલને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા તપાસ શરુ

આ સમગ્ર મામલે વધુ તપાસ ગોંડલ એ-ડિવિઝનના PSI એસ.આર. પંડ્યા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો-----    Ahmedabad : સાધુ રામકૃષ્ણદાસની હરકત બાદ અન્ય સંતોએ માર માર્યો હોવાની ચર્ચા, ભગવા કપડાં ઉતારાયા