android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gondal News: રૈયારાજ સોસાયટીના યુવાને ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાય

calendar_todayMay 11, 2026

Gondal News: રૈયારાજ સોસાયટીના યુવાને ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાય

Gondal News: રૈયારાજ સોસાયટીના યુવાને ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાય

ગોંડલ શહેરની આશાપુરા ચોકડી પાસે આવેલી રૈયારાજ સોસાયટીમાં રહેતા વિરેન્દ્રસિંહ કનુજી ડાભી (ઉં.વ. 32) નામના યુવાને આજે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સમયે વિરેન્દ્રસિંહના પત્ની પોતાની દીકરીને બા-દાદાના ઘરે મૂકવા ગયા હતા. આ દરમિયાન યુવાને ઉપરના માળે પોતાના રૂમમાં જઈ જીવનલીલા સંકેલી લીધી હતી. પત્ની પરત ફરતા જ પતિને આ હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

વૃદ્ધ માતા-પિતા અને પત્ની પર આભ ફાટી પડ્યું

મૃતક વિરેન્દ્રસિંહ એક ખાનગી શોરૂમમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના નિધનથી પરિવારના મોભી છીનવાઈ ગયા છે. વિરેન્દ્રસિંહને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જેમને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. યુવાન પુત્રના મોતના સમાચાર સાંભળી વૃદ્ધ માતા-પિતા અને પત્ની પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર સોસાયટી અને રજપૂત સમાજમાં આ ઘટનાને પગલે ગમગીની છવાઈ ગઈ છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

બનાવની જાણ થતા જ ગોંડલ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પંખા પરથી નીચે ઉતારી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. જોકે, આ આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિરેન્દ્રસિંહના આપઘાતથી અનેક સવાલો ઊભા થયા છે, જેનો જવાબ મેળવવા પોલીસે હાલ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો