calendar_todayJanuary 22, 2026
GPSC: મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ, ભરતીમાં એક પણ લાયક ઉમેદવાર GPSCને ન મળ્યો, અનુભવની લાયકાતમાં ફેરફારની યોજના
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ભરતી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં 3 જગ્યાઓ માટે યોજાઇ હતી, પરંતુ કોઈપણ ઉમેદવાર લાયકાતના માપદંડો પર ખરા ઉતરી શક્યા નથી.
GPSCને નિર્ણય લેવો પડ્યો કે ભરતી આગળ નહી વધે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 23 ઉમેદવારોમાં 22 પાસે જરૂરી અનુભવ નહોતો, જ્યારે એક ઉમેદવારે સમય મર્યાદામાં જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ નહીં કર્યા. આ કારણે GPSCને નિર્ણય લેવો પડ્યો કે ભરતી આગળ નહી વધે.
અનુભવની લાયકાતના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે
ભાવિ ભરતી માટે અનુભવની લાયકાતના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે અને તેની જાહેરાત કરવામાં આવશે. આ પગલાંથી પરીક્ષામાં યોગ્ય અને લાયક ઉમેદવારોને પસંદ કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે..
આ પણ વાંચો----- Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત