calendar_todayMay 12, 2026
ભરૂચ GSFCના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી કરાઇ
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ( જીએનએફસી) એ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરી એક ઐતિહાસિક સીમાચિન્હ સર કર્યુ છે. આ સુવર્ણ જયંતિ નિમીત્તે ભરૂચની નર્મદા નગર ટાઉનશીપ ખાતે ખાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના પાંચ દાયકાના યોગોદાનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના અધીકારીઓ તેમજ એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો દ્વારા સંયુક્ત રીતે જીએનએફસીના સુવર્થ જયંતિ વર્ષના વિશેષ લોકોનું અનાવરણ કર્યું હતું.
સાથે સાથે કંપનીના અધિકારીઓ તેમજ એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો દ્વારા લીલી ઝંડી બતાવી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રા જીએનએફસીથી સ્થાપનાથી લઈને અત્યાર સુધીની સિદ્ધીઓ તેમજ સામાજિક ઉત્તરદાયીત્વના કાર્યો અને તકનીકી પ્રગતિને દર્શાવતા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધીકારીઓ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો