calendar_todayFebruary 4, 2026
GSSSB Recruitment 2026: ગુજરાતના યુવાનો માટે મોટા સમાચાર: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5370 જગ્યાઓ પર બમ્પર ભરતી જાહેર!
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3ની કુલ 5370 જગ્યાઓ માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે.
GSSSB Recruitment 2026માં ભરતી
આ ભરતીને મુખ્યત્વે બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ગ્રુપ-Aમાં 2365 જગ્યાઓ માટે અને ગ્રુપ-Bમાં 3005 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Group-A
- સમાજ કલ્યાણ નિરીક્ષક - 125
- કાર્યાલય અધિક્ષક - 3
- કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક) - 1600
- હેડ ક્લાર્ક - 134
- સિનિયર ક્લાર્ક - 503
- Total Group - A 2365
Group-B
- જુનિયર ક્લાર્ક - 3005
- Total Group-B 3005
ફોર્મ ભરવાની તારીખ અને પ્રોસેસ
આ ભરતીમાં ભાગ લેવા માંગતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ આગામી 5 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાના ફોર્મ સબમિટ કરવાના રહેશે. અત્રે નોંધનીય બાબાત છે કે, આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પરીક્ષા પદ્ધતિ અંગેની વિગતવાર માહિતી GSSSBની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ફેબ્રુઆરી માસમાં ફોર્મ ભરાયા બાદ ટૂંક સમયમાં જ તેની પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવી શકે છે. જે ઉમેદવારો લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ વર્ષની આ સૌથી મોટી તક માનવામાં આવી રહી છે. આ માટે ઉમેદવારોએ https://gsssb.gujarat.gov.in/ વેબસાઈટ ૫ર 5 ફેબ્રુઆરી 2026થી (2 કલાક) થી તારીખ 20 ફેબ્રુઆરી (11:59 કલાક સુધી) દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવાર સ્નાતક અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવા જરૂરી છે.