android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujaratની જેલોમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: સળિયા પાછળ બંધ કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી

calendar_todayAugust 28, 2026

Gujaratની જેલોમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: સળિયા પાછળ બંધ કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધના પ્રતીક સમાન રક્ષાબંધનના પર્વની અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે અત્યંત અનોખી અને લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બહેનો જેલ પરિસરે પહોંચી હતી. જેલના સળિયા પાછળ બંધ ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે ભાઈ અને બહેન બંનેની આંખો હરખ અને દુઃખના આંસુથી ભીની થઈ ગઈ હતી. જેલ પ્રશાસન દ્વારા મુલાકાતી બહેનો અને કેદીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.


Raksha Bandhan celebrated in Sabarmati & Rajkot Central Jails


રાજકોટ મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ખાસ વ્યવસ્થા 

અમદાવાદ ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પણ રક્ષાબંધનની ભવ્ય અને ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જેલમાં બંધ આશરે 2400 જેટલા કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. જેલ તંત્ર દ્વારા તહેવારને ધ્યાનમાં રાખીને બહેનોને કોઈ અગવડ ન પડે તે માટે રજીસ્ટ્રેશન કાઉન્ટર સહિતની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.


Raksha Bandhan celebrated in Sabarmati & Rajkot Central Jails


વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી

વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની અત્યંત ભાવુક અને અશ્રુભીની આંખે ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં હાલ સજા કાપી રહેલા 1700 પૈકી 700 જેટલા કેદી ભાઈઓને તેમની બહેનોએ જેલ પરિસરમાં રૂબરૂ મળીને રક્ષાકવચ સમાન રાખડી બાંધી હતી, જેના કારણે સુખ-દુઃખની વાતો કરતી વખતે અત્યંત લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ વિશેષ પ્રસંગ માટે જેલ પ્રશાસન દ્વારા પરિસરમાં જ મીઠાઈ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે કેદી ભાઈઓએ પણ સ્નેહના પ્રતિક રૂપે પોતાની બહેનોને તુલસીના છોડ ભેટ આપીને આ પર્વને યાદગાર બનાવ્યો હતો.


Raksha Bandhan celebrated in Sabarmati & Rajkot Central Jails


જેલ તંત્ર દ્વારા બહેનો માટે મીઠાઈ અને સુવિધાઓનું આયોજન 

જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના આ પવિત્ર દિવસે જેલે પહોંચેલી તમામ બહેનો માટે જેલની જ ખાસ મીઠાઈ અને પીવાના પાણી સહિતની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કડક સુરક્ષા તપાસ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બહેનોને પોતાના ભાઈઓને મળવાની અને રાખડી બાંધવાની તક આપવામાં આવી હતી. જેલના નીરસ વાતાવરણમાં ભાઈ-બહેનના પ્રેમની આ ઉજવણીથી લાગણીસભર અને ઉત્સવમય માહોલ સર્જાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો