android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujaratમાં 20 એપ્રિલથી વસતી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ, ડોર ટુ ડોર ગણતરી પહેલાં સ્વ-ગણતરીની તક અપાશે

calendar_todayFebruary 10, 2026

Gujaratમાં 20 એપ્રિલથી વસતી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ, ડોર ટુ ડોર ગણતરી પહેલાં સ્વ-ગણતરીની તક અપાશે

ગુજરાતમાં 2027ની વસતી ગણતરી માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર, 20 એપ્રિલથી રાજ્યમાં હાઉસ લિસ્ટિંગની કામગીરી શરૂ થશે. હાઉસ લિસ્ટિંગ દરમિયાન દરેક મકાન અને રહેણાંક એકમની માહિતી સંગ્રહવામાં આવશે.

લોકોને સ્વ-ગણતરી કરવાની તક આપવામાં આવશે

પ્રક્રિયા અંતર્ગત પ્રથમ ડોર ટુ ડોર ગણતરી શરૂ થવા પહેલા લોકોને સ્વ-ગણતરી કરવાની તક આપવામાં આવશે.

ગુજરાતમાં આ પ્રક્રિયા 19 મે સુધી ચાલુ રહેશે

આ હાઉસ લિસ્ટિંગ પ્રક્રિયા 1 એપ્રિલ 2026થી શરૂ થઈ 30 સપ્ટેમ્બર 2026 સુધી સમગ્ર દેશમાં કરવામાં આવશે. ગુજરાતમાં આ પ્રક્રિયા 19 મે સુધી ચાલુ રહેશે અને તમામ માહિતી સંગ્રહિત કરવામાં આવશે.

અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે

ગણતરીની અસરકારક કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી માહિતી સાચી અને યોગ્ય રીતે એકત્ર કરી શકાય. આ પ્રક્રિયા રાજ્ય અને દેશમાં વસતિનું સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરશે અને ભવિષ્યની યોજનાઓ માટે આધારરૂપ સાબિત થશે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યભરમાં બેવડી ઋતુની અસર, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા સવારે ઠંડી