android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujaratમાં મેઘરાજા મુશળધાર વરસશે! 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!

calendar_todaySeptember 12, 2026

Gujaratમાં મેઘરાજા મુશળધાર વરસશે! 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકો દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસી શકે છે. વરસાદની તીવ્રતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સંબંધિત જિલ્લાઓમાં એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે.

Widespread rain forecast in Gujarat

વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ 

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મુશળધાર વરસાદની શક્યતાઓને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી-નાળાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

Widespread rain forecast in Gujarat

આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ 

બીજી તરફ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, સુરત અને ભરૂચ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા હોવાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

Widespread rain forecast in Gujarat

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો