calendar_todayFebruary 12, 2026
Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું
આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપનાર રાજુ કરપડાએ કહ્યું છે કે તેઓ આગામી સમયમાં તેઓ સત્તાધારી પક્ષ સાથે જોડાઈ શકે છે.
ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા ભાજપની બી ટીમ
કરપડાએ જણાવ્યું કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા ભાજપની બી ટીમ છે, અને ભવિષ્યમાં બીજા મોટા નેતાઓ પણ રાજીનામું આપી શકે છે.
મેં AAPને પરિવાર સમજી કામ કર્યું
રાજુ કરપડાએ કહ્યું કે AAPના અમુક નેતાઓ મને દગાખોર કહે છે, AAPના કોઈ પણ વકિલ હાજર ન રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ઇસુદાન ગઢવી મારી સાથે દ્વેષ રાખતા નથી. મેં AAPને પરિવાર સમજી કામ કર્યું, પરંતુ નેતાઓ કેસની ટકોરી વગાડે છે.
હું ગુનાઓથી ડરીશ નહીં
તેમણે સ્પષ્ટ કર્યું કે, હું ગુનાઓથી ડરીશ નહીં અને જે પાર્ટી ખેડૂતોના હિત માટે કામ કરશે તેમાં જ જોડાઈશ. તેમણે પ્રકાશ વરમોરા વિશે પણ જણાવ્યું કે, પ્રકાશ વરમોરા આધ્યાત્મિક માણસ છે અને હું તેમને ઘણી વખત મળતો રહ્યો છું.
આ પણ વાંચો--- AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો