android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Agriculture Budget 2026: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24022 કરોડની જોગવાઇ

calendar_todayFebruary 18, 2026

Gujarat Agriculture Budget 2026: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24022 કરોડની જોગવાઇ

આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં જગતના તાત ગણાતા ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રના પાયા સમાન પશુપાલકો માટે ગુજરાત સરકારે વર્ષ 2026-27ના ગુજરાત બજેટમાં આર્થિક સહાયનો ધોધ વહાવ્યો છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 24,022 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ, વીજ સહાય અને પશુ સારવાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

ખેતીવાડી: વીજળીથી લઈને ડ્રોન સુધીની મદદ

ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવા અને આધુનિક યંત્રોના ઉપયોગને વેગ આપવા નીચે મુજબની ફાળવણી કરવામાં આવી છે.

  • વીજ સહાય: ખેડૂતોને રાહત દરે વીજળી પૂરી પાડવા રૂપિયા 9,324 કરોડની જંગી જોગવાઈ
  • યાંત્રિકીકરણ: ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂપિયા 800 કરોડ અને અન્ય કૃષિ ઓજારો માટે રૂપિયા 765 કરોડની જોગવાઈ
  • પાક સંગ્રહ: ખેતરે નાના ગોડાઉન બનાવવા માટે 15,436 ખેડૂતોને રૂપિયા 1 લાખની સહાય આપવા રૂપિયા 154 કરોડની જોગવાઈ
  • વીમા રક્ષણ: ખેડૂતના અકસ્માત મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં રૂપિયા 4 લાખ સુધીનું કવચ પૂરું પાડવા રૂપિયા 146 કરોડની જોગવાઈ
  • ડ્રોન ટેકનોલોજી: અદ્યતન ખેતી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા રૂપિયા 77 કરોડની જોગવાઈ
  • પશુપાલન અને ગૌસેવા: ગૌમાતા પોષણ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ

પશુપાલકોની આવક બમણી કરવા અને પશુઓના સ્વાસ્થ્ય માટે સરકાર પ્રતિબદ્ધ છે

  • ગૌમાતા પોષણ: "મુખ્યમંત્રી ગૌમાતા પોષણ" યોજના હેઠળ ગૌશાળાઓ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ
  • પશુ સારવાર: નિ:શુલ્ક પશુ સારવાર અને ફરતા પશુ દવાખાના માટે કુલ રૂપિયા 108 કરોડની જોગવાઈ
  • ડેરી ફાર્મ અને IVF: મોટા ડેરી ફાર્મ માટે રૂપિયા 32 કરોડ અને પશુઓમાં IVF થી ગર્ભધારણ માટે વિશેષ સહાય
  • પાલતુ પશુ સહાય: પાડી-વાછરડી ઉછેર અને બકરા-મરઘા પાલન એકમો માટે કરોડોની સહાય
  • સાગરખેડૂઓ માટે રાહત: ડીઝલ વેટમાં રૂપિયા 300 કરોડની છૂટ

મત્સ્યોદ્યોગના વિકાસ અને માછીમારોની સુખાકારી માટે

  • ડીઝલ રાહત: માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ
  • બંદર વિકાસ: 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો પર માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 361 કરોડની જોગવાઈ
  • આર્થિક સહાય: પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોના પરિવારોને આર્થિક મદદ કરવા રૂપિયા 107 કરોડની જોગવાઈ
  • વ્યાજ મુક્ત ધિરાણ: 0 ટકા વ્યાજે લોન

સમયસર લોન ભરપાઈ કરનાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત રૂપિયા 3 લાખ સુધીની લોન ઝીરો ટકા વ્યાજે આપવા માટે રૂયિયા 1,539 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Gujarat Agriculture Budget 2026: ખેડૂતો અને પશુપાલકો માટે સહાયનો ધોધ, કૃષિ સેક્ટર માટે શું કરવામાં આવી જોગવાઈ?