android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat ATS Breking:ઇરાની માફિયા 'હાજી'નું પંજાબ કનેક્શન તોડ્યું, 140 માઇલ દૂર 10 કલાકના પીછો કરી 203 કિલો ડ્રગ્સ જપ્ત

calendar_todayFebruary 17, 2026

Gujarat ATS Breking:ઇરાની માફિયા 'હાજી'નું પંજાબ કનેક્શન તોડ્યું, 140 માઇલ દૂર 10 કલાકના પીછો કરી 203 કિલો ડ્રગ્સ જપ્ત

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રની મધ્યમાં એક એવું ઓપરેશન પાર પાડ્યું છે જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. ભારતીય જળસીમામાં ઘુસી રહેલી એક ઇરાની સ્પીડ બોટને આંતરીને અંદાજે 203 કિલોગ્રામ શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો ગુજરાતના દરિયાકાંઠે ઉતારીને છેક પંજાબ પહોંચાડવાની પેરવી હોવાનો ખુલાસો થયો છે.

શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

ગુજરાત ATSને બાતમી મળી હતી કે ઇરાનથી ડ્રગ્સનો મોટો જથ્થો ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડની ટીમે મધદરિયે 140 માઇલ દૂર સુધી જઈને જાળ બિછાવી હતી. સતત 8 થી 10 કલાકની વોચ બાદ એક શંકાસ્પદ ઇરાની સ્પીડ બોટ દેખાઈ હતી. જ્યારે સુરક્ષા એજન્સીઓએ બોટને રોકવાનો ઈશારો કર્યો ત્યારે ઇરાની શખ્સોએ બોટ ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોસ્ટ ગાર્ડે ફિલ્મી ઢબે પીછો કરીને બોટને દબોચી લીધી હતી.

હાજી અને પંજાબ કનેક્શન

તપાસમાં સામે આવ્યું છે કે ઇરાનનો કુખ્યાત ડ્રગ્સ માફિયા હાજી આ સપ્લાયનો મુખ્ય સૂત્રધાર છે. તેણે અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે ઇરાની શખ્સોને આ જથ્થો સોંપ્યો હતો. ડ્રગ્સનો આ માલ પંજાબમાં ડિલિવરી લેવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. નાની સ્પીડ બોટનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે આવી બોટ રડારમાં જલ્દી આવતી નથી અને તેમાં માલ મુકવાની ક્ષમતા ઓછી હોવાથી તે ઝડપથી ભાગી શકે છે.