android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Board Exam : 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, મંત્રી જીતુ વાઘાણીએ પરીક્ષાર્થીઓને આપ્યો સંદેશ

calendar_todayFebruary 25, 2026

Gujarat Board Exam : 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, મંત્રી જીતુ વાઘાણીએ પરીક્ષાર્થીઓને આપ્યો સંદેશ

આવતીકાલે એટલે કે 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે અને રાજ્યભરમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે કુલ લગભગ 15.27 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપશે, જે ગયા વર્ષ કરતાં વધુ છે.

પરીક્ષા જીવનનો અંત નથી : જીતુ વાઘાણી

ગુજરાતમાં આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. પરીક્ષા પૂર્વે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હિંમત આપી છે. તેમણે જણાવ્યું કે પરીક્ષા જીવનનો અંત નથી, પરંતુ જીવનની એક મહત્વપૂર્ણ પાયાની કડી છે. વિદ્યાર્થીઓએ કોઈ માનસિક બોજ રાખ્યા વગર આત્મવિશ્વાસ સાથે પેપર લખવું જોઈએ તેવી સલાહ પણ આપી હતી. સાથે જ માતા-પિતાને પણ બાળકો પર અનાવશ્યક દબાણ ન લાવવા અપીલ કરી હતી. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનું જણાવાયું છે.

બોર્ડે દરેક કેન્દ્રોમાં CCTV અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા સુનિશ્ચિત કરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા પરીક્ષાની કામગીરી માટે તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થઈને માર્ચ સુધી લેવામાં આવશે. પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે હાથ ધરવા માટે બોર્ડે દરેક કેન્દ્રોમાં CCTV અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા સુનિશ્ચિત કરી રાખી છે. રાજ્યભરના તમામ જિલ્લાઓમાં અને શહેરોમાં અનેક પરીક્ષા કેન્દ્રો તૈયાર છે. ઉદાહરણ તરીકે, અમદાવાદ સેવાકેન્દ્રોમાં 1,73,868 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 માટે પરીક્ષા આપશે. જેમાંથી 95,688 વિદ્યાર્થી શહેરમાં છે અને વિવિધ 3,340 બ્લોકમાં પરીક્ષા આપશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 78,180 વિદ્યાર્થીઓ છે અને 2,709 બ્લોકમાં પરીક્ષા લેવાશે.

આ પણ વાંચો : Ahmedabad News: ગૌમાંસ હેરફેરના આરોપીઓ સામે કડક કાર્યવાહી પણ થશે અને દાદાનું બુલડોઝર પણ ફરશે: મંત્રી કૌશિક વેકરિયા