android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Breaking news: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને આપી ટીકિટ

calendar_todayMarch 30, 2026

Gujarat Breaking news: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને આપી ટીકિટ

ગુજરાતમાં આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે. આ ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે ભાજપે ખાલી પડેલી ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી છે. હર્ષદ ગોવિંદભાઈ પરમારને ટીકિટ આપવામાં આવી છે. હર્ષદ પરમાર ઉમરેઠ બેઠકના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર છે. ગોવિંદ પરમારનું તાજેતરમાં માંદગીને કારણે નિધન થયું હતું. જેથી ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે

6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે

આજે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે. 7 એપ્રિલે ફોર્મની ચકાસણી કરાશે. 9 એપ્રિલે ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ છે. 23 એપ્રિલે મતદાન યોજાશે. જ્યારે ચોથી મેના રોજ મતગણતરી હાથ ધરાશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ મળીને કુલ બે તાલુકાની કુલ 49ગ્રામ પંચાયત અને ત્રણ નગરપાલિકાનો સમાવેશ થાય છે.મતદાન સુધારણા કાર્યક્રમ બાદ આ પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી છે.

19 નોડલ અધિકારીઓ પણ નિમાયા

હાલ તો ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.જે પૈકી ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જે.એસ,પટેલની નિમણૂક કરાઈ છે અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ઉમરેઠના મામલતદાર એન.પી.પારેખ અને આણંદ ગ્રામ્ય મામલતદાર વી.કે.ગોહિલની મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 19 નોડલ અધિકારીઓ પણ નિમાયા છે.