calendar_todayFebruary 18, 2026
Gujarat Budget 2026: પોલીસ જવાનોને ભેટ, 1571 કરોડના ખર્ચે 20,444 નવા મકાનો, કાયદો-વ્યવસ્થાના રક્ષકો માટે આવાસ સુરક્ષા
નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27ના બજેટમાં ગરીબ, વંચિત અને મધ્યમ વર્ગના પરિવારો માટે રહેઠાણની સુવિધા પૂરી પાડવા માટે માતબર ફાળવણી કરી છે. રાજ્ય સરકાર 'કલ્યાણકારી રાજ્ય'ના અભિગમ સાથે છેવાડાના માનવીને પાકું ઘર મળે તે દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે.
3.15 લાખ નવા આવાસોનું લક્ષ્ય
રાજ્યમાં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ આ વર્ષે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂર્ણ કરવાનું આયોજન છે. આ માટે બજેટમાં 4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજના.
પોલીસ આવાસ માટે 1571 કરોડ
પોલીસ વિભાગના કર્મચારીઓ માટે પણ સરકારે ઉદાર હાથે ફાળવણી કરી છે. પોલીસ પરિવારના કલ્યાણ અને આધુનિક આવાસ માટે 20,444 નવા મકાનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ₹1571 કરોડની જોગવાઈ સૂચવી છે, જે પોલીસ જવાનોની કાર્યક્ષમતા અને મનોબળ વધારવામાં મદદરૂપ થશે.