android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Budget 2026 : બજેટમાં મૂડી અને ખર્ચ જોગવાઇઓમાં 17.5 ટકાનો વધારો

calendar_todayFebruary 18, 2026

Gujarat Budget 2026 : બજેટમાં મૂડી અને ખર્ચ જોગવાઇઓમાં 17.5 ટકાનો વધારો

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ આજે રાજ્યનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું

બજેટમાં મૂડી અને ખર્ચ જોગવાઇઓમાં 17.5 ટકાનો વધારો

અંદાજપત્રનો સારાંશ જોઇએ તો નાણાંકિય વર્ષ 2026-2027 માટે 408053 કરોડનું અંદાજપત્ર પાછલા વર્ષની સરખામણીમાં 37803 કરોડ જેટલું વધારે છે. આ બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા, અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા માટે વિવિધ જોગવાઇ કરાઇ છે. બજેટમાં અર્થતંત્રને પ્રોત્સાહન મૂડી અને ખર્ચ જોગવાઇઓમાં 17.5 ટકા એટલે કે 23469 રુપિયાનો વધારો કરાયો છે. બજેટનો ઉદ્દેષ્ય પાંચ સ્તંભો સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકિય સુવિધાઓ, આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સર્વસમાવેશક બનાવાયું છે

મહેસુલી પુરાંત જાળવી રાખવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ

આ બજેટ નાણાંકિય વર્ષ 2026-2027 માટે 25587 કરોડની મહેસુલી પુરાંત સાથે રાજ્ય એક દાયકા કરતા વધુ સમયથી મહેસુલી પુરાંત જાળવી રાખવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. રાજવિત્તીય ખાધ 1.97 ટકા છે જે જીએસડીપીના 3 ટકા એફઆરબીએમ લક્ષ્યાંકને સતત જાળવી રાખે છે.

જીએસડીપીના 27.1 ટકા ના લક્ષ્યાંક સામે 14.7 ટકાના દરથી જાહેર દેવુ સતત નીચે

જીએસડીપીના 27.1 ટકા ના લક્ષ્યાંક સામે 14.7 ટકાના દરથી જાહેર દેવુ સતત નીચે છે. આ વર્ષનું કુલ અંદાજપત્ર 408053 કરોડ છે જ્યારે મહેસુલી ખર્ચની જોગવાઇ 246016 કરોડ છે અને મૂડી ખર્ચ જોગવાઇ 157358 કરોડ છે. 2026-2027 માટેની કુલ ફાળવણી 2025-2026ના અંદાજપત્રની સરખામણામાં 10.2 ટકાનો વદારો દર્શાવે છે.


આ પણ વાંચો-----   Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..