calendar_todayFebruary 18, 2026
Gujarat Climate change 2026: ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે 429 કરોડની જોગવાઈ, પર્યાવરણ જાળવણી પર વિશેષ ભાર
નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27ના બજેટમાં પર્યાવરણ જાળવણી અને ક્લાઇમેટ ચેન્જ સામેના પડકારોને પહોંચી વળવા માટે ₹429 કરોડનું બજેટ ફાળવ્યું છે. ગુજરાતે આ ક્ષેત્રે ટેકનોલોજી અને જનજાગૃતિનો સમન્વય સાધીને દેશભરમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સૌર ઊર્જા અને આધુનિક મોનિટરિંગ
રાજ્યની સરકારી ઇમારતો પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે ₹278 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે.ઇમારતો પર સ્થાપિત સોલાર, વિન્ડ કે હાઈબ્રીડ સિસ્ટમનું કાર્યક્ષમ મોનિટરિંગ કરવા માટે IOT (Internet of Things) આધારિત વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ
ગુજરાતે દેશનું પ્રથમ એવું ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ લોન્ચ કર્યું છે જે જિલ્લા સ્તરના ક્લાઇમેટ સૂચકાંકોની માહિતી આપે છે. આ પોર્ટલ દ્વારા પર્યાવરણીય ફેરફારો પર ચોકસાઈથી નજર રાખી શકાશે.
ક્લીન એનર્જી અને સબસિડી
પ્રદૂષણ ઘટાડવા બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનો માટે ₹16 કરોડની સબસિડી જાહેર કરાઈ છે.ગૌશાળાઓ, પાંજરાપોળ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી 70 જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા ₹12 કરોડ ફાળવવામાં આવ્યા છે.
જનજાગૃતિ અને અન્ય પહેલ
શાળાઓમાં બાળકો ક્લાઇમેટ ચેન્જ વિશે પ્રાયોગિક રીતે શીખી શકે તે માટે ₹9 કરોડની જોગવાઈ.પર્યાવરણની જાળવણી માટે વિવિધ પંચાયતો અને નગરપાલિકાઓમાં 1200 સુધારેલી સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા ₹7 કરોડની ફાળવણી.પર્યાવરણ ક્ષેત્રે નવા સંશોધનો કરતા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ₹5 કરોડ ફાળવવામાં આવ્યા છે.