calendar_todayApril 28, 2026
Gujarat Local Body Election Results 2026: તાપીના ઉચ્છલ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય, 16માંથી 11 બેઠકો પર ભગવો લહેરાયો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. તાપી જિલ્લાની ઉચ્છલ તાલુકા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા છે. ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મુજબ, ઉચ્છલની કુલ 16 બેઠકોમાંથી ભાજપે 11 બેઠકો પર જીત મેળવીને કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે.
કોંગ્રેસના ફાળે માત્ર 5 બેઠક
ઉચ્છલ તાલુકા પંચાયતની આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો. જોકે, મતદારોએ ભાજપના વિકાસના કામો પર મહોર મારી છે. 16 બેઠકો પૈકી ભાજપના ફાળે 11 બેઠકો આવી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ માત્ર 5 બેઠકો પર જ વિજય મેળવી શકી છે.
કાર્યકરોમાં ભારે ઉત્સાહ
ભાજપના ઉમેદવારોની જીત થતા જ ઉચ્છલ પંથકમાં કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો ઉડાડીને વિજયને વધાવ્યો હતો. આ જીત સાથે જ ઉચ્છલ તાલુકા પંચાયત પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને સત્તાની કમાન ભાજપના હાથમાં આવી છે.